New Update
/connect-gujarat/media/post_banners/80923fb7b0ae1ae836cc1e7347fac55275796ab71ce33eae65a039571f6d7707.jpg)
પાટણ જિલ્લાના રાધનપુરમાં વરસેલા પ્રથમ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી ઝાપટાથી રાધનપુર શહેરના વિવિધ બજારો સહિતના માર્ગો પાણી પાણી થયા હતા. એટલું જ નહીં વરસાદના કારણે મુખ્ય માર્ગ પર આવેલ બજારની કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
તો બીજી તરફ રાધનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસ પાણીમાં પલળી જતાં વેપારી તેમજ ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, રાધનપુર શહેરમાં વરસેલા પ્રથમ વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.
Latest Stories