દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં બરડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીની પ્રદેશ,જિલ્લા, શહેર તાલુકાના હોદેદારો તેમજ જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવા પણ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં ઈશુદાનભાઈ ગઢવીએ કાર્યકર્તાને સંબોધનમાં હુંકાર કર્યો હતો,કે ભાણવડ ના બરડા કે આસપાસના કોઈપણ વિસ્તારને ઇકો સેન્સેટિવ ઝોનમાં મૂકવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર પછી આમ આદમી પાર્ટીએ ભાણવડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠન અને નગરપાલીકા ની ચૂંટણી બાબત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો અને સમર્થકો દ્વારા દિવાળી પર્વની અને નુતન વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી હતી...