ગુજરાત પોલીસ વિભાગ દ્વારા DGP કપ યોજાયો
વડોદરા રેન્જની મહિલા ખો-ખો ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન
ખો-ખો ટુર્નામેન્ટમાં મેળવ્યો ભવ્ય વિજય
મહિલા ટીમે ચેમ્પિયન ટ્રોફી જીતી
જમ્મુ કાશ્મીરમાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ
પાલનપુર ખાતે આયોજિત ગુજરાત પોલીસ વિભાગના DGP કપના મહિલા ખો-ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની મહિલા ખો-ખો ટીમે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો,હવે આગામી સમયમાં આ ટીમ જમ્મુ કાશ્મીરમાં યોજાનાર મેચમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની DGP કપ મહિલા ખો-ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો.ફાઇનલ મેચમાં હરીફ ટીમને હરાવીને ટીમે ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.
છોટાઉદેપુરના SP ઈમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું ખાસ સન્માન કર્યું અને દરેક ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતની ટીમમાંથી નેશનલ ખો-ખો ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી 12 ખેલાડીઓ પૈકી 8 ખેલાડીઓ છોટાઉદેપુર જિલ્લાની છે. આ ટીમ હવે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ ખેલાડીઓ પોલીસ વિભાગની ફરજ નિભાવવા ઉપરાંત પરિવારની જવાબદારીઓ પણ સંભાળે છે, તેમ છતાં રમતગમતમાં આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. આ દ્રઢ સંકલ્પ અને પરિશ્રમનું જીવંત ઉદાહરણ છે.