Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: હાર્દિક બાદ યુવરાજસિંહ જાડેજા ભાજપ માટે પડકાર ! યુવા નવનિર્માણ સેના નામના સંગઠનની જાહેરાત

યુવા નવનિર્માણ સેના નામના સંગઠન થકી વિદ્યાર્થીઓના પ્રશ્નો બિન રાજકીય રીતે ઉઠાવવા તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે

X

વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બનેલા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજરોજ મોટી જાહેરાત કરવામાં આવી છે. યુવા નવનિર્માણ સેના નામના સંગઠન થકી વિદ્યાર્થીઓના પ્રશ્નો બિન રાજકીય રીતે ઉઠાવવા તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેલમાંથી છુટ્યા બાદ પણ યુવાનો માટે લડાઇ લડવાનું ચાલુ રાખશે. યુવરાજસિંહે નવા સંગઠનની જાહેરાત કરી છે.'યુવા નવનિર્માણ સેના' નામના સંગઠનની જાહેરાત કરી છે.

સરકાર સામે સવાલ ઉઠાવવા માટેનું આ બિન રાજકીય સંગઠન રહેશે તેવો યુવરાજસિંહે દાવો કર્યો છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ AAP છોડે તેવા સંકેત આપ્યા છે. યુવરાજસિંહે સૂચક નિવેદન આપતા કહ્યું કે, યુવાનોની લડાઇને રાજકીય રંગ ન આપવો જોઇએ. લોકોના પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત થવી જોઇએ. જોકે તેમણે એમ પણ કહ્યું છે કે, કોઈપણ પાર્ટી છોડવાનો પ્રશ્ન નથી. યુવાનોના હિત માટે હું લડ્યો છું. મારી ભૂમિકા છે તે સૌ જાણે છે. યુવા નેતા તરીકે જ દર્શાવાયો છે.

યુવરાજસિંહે કહ્યું કે, તમામ સમાજોએ મારી સાથે ઉભા રહીને મારા માટે અવાજ ઉઠાવ્યો છે. મેં યુવાનોના હિતમાં અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવતો રહીશ. યુવા નવ નિર્માણ સેના યુવાનો અને વિદ્યાર્થીઓની વેદના અને પ્રશ્નો ઉઠાવશે. આ સંગઠનના માધ્યમથી બિન રાજકીય રીતે અવાજ ઉઠાવીશું. સરકાર અને સત્તા પક્ષ સામે રાખીશું. આવેદન અને નિવેદન, વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન માધ્યમથી અવાજ ઉઠાવીશું. યુવા નવ નિર્માણ સેના બિન રાજકીય રહેશે. શિક્ષિત કે બિન શિક્ષિત તમામના પ્રશ્નો ઉકેલીશું. તમામની વેદનાને વાચા આપીશું. યુવાનોના ભાવી સાથે થઇ રહેલા ચેડાંને ઉજાગર કરીશું.

Next Story