હાંસોટ નો કુખ્યાત આઘેડ ૪૭ વર્ષ નો બુટલેગર મુજજફીર ઉર્ફે ગોરૂ બસીર શેખે થોડા દિવસ પહેલાં જ હાંસોટમાં વર્ષોથી કરીયાણાની દુકાન ઘરાવતા વેપારી ને જાહેરમાં ચપ્પુ ના ઘા ઝીંકયા હતા તે અંગેની ફરિયાદ પણ હાંસોટ પોલીસ મથક ખાતે નોંઘાય હતી. તે ગુનામાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ બુટલેગરે આ જ વેપારી ની ૧૭ વર્ષીય દિકરી ના અશ્લીલ ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા આ અંગેની ફરિયાદ દિકરીની માતાએ પોલીસ મથકે આવી પોતાની દિકરીને છેલ્લા છ થી સાત મહિના થી હેરાન પરેશાન કરે છે અને આ બુટલેગર ગોરૂ છોકરીને અંકલેશ્વરમાં આવેલ બ્રીજનગરના કોઇ મકાનમાં લઇ જઇ બળજબરીથી શારીરિક અડપલાં કરતો હતો તથા તેની સાથે શારીરિક સંબંઘ બાંધવાની ફરજ પાડતો હતો અને જો ના પાડે તો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવા તથા જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો આ અંગેની ફરિયાદ હાંસોટ પોલીસ મથક ખાતે નોંઘાતા પોલીસે ગણતરીની મીનીટોમાં જ બુટલેગર ગોરૂ બશીર શેખને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.