અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે. હાંસોટના ઇલાવ સાહોલ રોડ પર વૃક્ષ નમી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. હાંસોટ પંથકમાં 3 ઇંચ જ્યારે અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.ધોધમાર વરસાદ વચ્ચે હાંસોટ તાલુકાના ઇલાવ-સાહોલ રોડ પર એક ઘટાદાર વૃક્ષ રોડ પર નમી પડતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વૃક્ષ રોડ પર આવી જતાં થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ ઘટનાની જાણ ગ્રામપંચાયતને કરતા વૃક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ ન હતી. સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવનને અસર પહોંચી હતી
ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસેલ વરસાદના આંકડા
જંબુસર 5 મી.મી.
આમોદ 3 મી.મી.
વાગરા 16 મી.મી.
ભરૂચ 1 ઇંચ
ઝઘડિયા 1 ઇંચ
અંકલેશ્વર 1.5 ઇંચ
હાંસોટ 3 ઇંચ
વાલિયા 2 ઇંચ
નેત્રંગ 1 ઇંચ
