Connect Gujarat
આરોગ્ય 

ભારતમાં 40% દર્દીઓએ બ્રાન્ડેડને બદલે જેનરિક દવાઓ ખરીદી: રિસર્ચ

ભારતમાં 40% દર્દીઓએ બ્રાન્ડેડને બદલે જેનરિક દવાઓ ખરીદી: રિસર્ચ
X

કેન્દ્ર સરકારના પ્રયાસોથી જેનરિક દવાઓ પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. જનઔષધિ કેન્દ્રો પર ધીરેધીરે વેચાણ વધી રહ્યું છે. બીજી તરફ સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના એક અહેવાલ અનુસાર પશ્ચિમ ભારતના એક દવા વિતરકનું માનવું છે કે 40% દર્દીઓએ બ્રાન્ડેડને બદલે જેનરિક દવાઓ લેવાનું શરૂ કરી દીધું છે.

અહેવાલ અનુસાર તેનું કારણ, ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શનમાં સાલ્ટનું નામ લખી રહ્યા છે. દર્દીઓને એ સરળતાથી મળી રહી છે. જેનરિક દવાઓના વધતા પગપેસારા અને જનઔષધિની વધતી જતી સંખ્યાને કારણે દવાઓની કિંમતમાં ઘટાડો થવાની આશા છે. જેનરિક દવાઓ સામાન્ટ રીતે બ્રાન્ડેડ કરતાં 50થી 60% સુધી સસ્તી હોય છે. 2026ના અંત સુધીમાં જનઔષધિ કેન્દ્રોની સંખ્યા અઢી ગણી વધારીને 25000 કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે. અત્યારે દેશના 753 જિલ્લામાં 10373 કેન્દ્ર છે. ત્યાં રોજ 10 લોકો જઈ રહ્યા છે.

2023માં અહીંથી 1236 કરોડ રૂપિયાની દવાઓ વેચાઈ હતી. આ સ્થિતિમાં લોકોએ બ્રાન્ડેડ દવાઓ ન ખરીદીને 7416 કરોડ રૂપિયા બચાવ્યા છે. ઘરેલુ બજારમાં જનઔષધિની હિસ્સેદારી 4થી 4.5% જેટલી છે. દેશમાં સૌથી વધુ કેન્દ્ર ઉત્તરપ્રદેશ (1481)માં છે.

Next Story