Connect Gujarat
આરોગ્ય 

અજીનો મોટો બની શકે છે કેન્સરનું કારણ, બહારનું મન્ચુરીયન અને ફ્રાઈડ રાઈસ ખાતા હોય તો સાવધાન.......

અજીનો મોટોનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થવી એ એક દુર્લભ સમસ્યા છે. અનેક લોકોએ દાવો કર્યો છે કે અજીનોમોટો ખાવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

અજીનો મોટો બની શકે છે કેન્સરનું કારણ, બહારનું મન્ચુરીયન અને ફ્રાઈડ રાઈસ ખાતા હોય તો સાવધાન.......
X

આજકાલ લોકોને બહારનું ખાવાની ખૂબ જ ટેવ પડી ગઈ છે. લોકો ઘરનું ખાવાનું બંધ કરીને સ્વાદ માણવા માટે બહારનું ખાવાનું વધુ રાખે છે પણ શું તમને ખબર છે કે બહાર જે ફાસ્ટ ફૂડ મળે છે તેમાં શું નાખવામાં આવે છે? અજીનો મોટોએ એક પ્રકારનું ઝેર છે. ફાસ્ટ ફૂડમાં અજીનો મોટો નાખવામાં આવે છે. જેના કારણે આરોગ્યને ખૂબ જ નુકશાન થાય છે. અજીનોમોટોને મોનો સોડિયમ ગ્લુટામેટ પણ કહેવામા આવે છે. જે સફેદ રંગનું મીઠું હોય છે. જેના કારણે ભોજન સ્વાદિષ્ટ બને છે. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે અજીનો મોટો સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકશાન પહોચાડી શકે છે.

· શ્વાસ લેવામાં તકલીફ

અજીનો મોટોનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થવી એ એક દુર્લભ સમસ્યા છે. અનેક લોકોએ દાવો કર્યો છે કે અજીનોમોટો ખાવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

· એલર્જી

એલર્જી ઘણી વસ્તુઓ ખાવાથી થાય છે પણ અજીનોમોટો ખ્વાથી એલર્જી થવી એ એક સામાન્ય બાબત છે. અનેક લોકોને અજીનોમોટો ખાવાથી પિત્ત, ખંજવાળ અને શ્વાસમાં તકલીફ પડે છે.

· માથાનો દુખાવો

અજીનમોટાનું વધુ પડતું સેવન માથાના દુખાવાને નોતરે છે. અજીનોમોટાના કારણેમાથાનો દુખાવો થાય છે.

· ચક્કર આવવા

અજીનોમોટાનું સેવન કરવાથી ચક્કર આવવા એ એક સામાન્ય લક્ષણ છે. ઘણા લોકોનું કહેવું છે કે અજીનોમોટો ખાવાથી ચક્કર આવે છે.

· મેદસ્વીતા

ફાસ્ટફૂડનું સીન કરવાથી શરીર વધે છે અમે મેદસ્વીતાનો શિકાર બને છે. ચાઇનીઝ ફૂડમાં રહેલા અજીનોમોટો ના કારણે વધુ ભૂખ લાગે છે.

· હાઇબીપી

શરીરમાં અજીનોમોટો ખાવાથી સોડિયમની માત્રા વધી જાય છે. જેના કારણે બ્લડપ્રેસર વધી જાય છે. જેના કારણે મસલ્સ અને ઘૂંટણમાં દુખવાની સમસ્યા વધે છે.

· કેન્સર

અજીનોમોટો ખ્વાથી અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યા વધી જાય છે. જેમ કે પરસેવો થવો, પેટમાં બળતરા થવી, છાતીમાં દુખાવો થવો, શરદી-ખાંસી તથા માંસપેશીઓમાં તણાવ પેદા થવો. પરંતુ જો વધુ પ્રમાણમા અજીનોમોટો ખાવામાં આવે તો કેન્સરની કોશિકાઓનો વિકાસ થઈ શકે છે, જેના કારણે કેન્સર થઈ શકે છે.

· પ્રેગ્નેન્સી માટે હાનિકારક

ગર્ભવતી મહિલાઓએ ચાઇનીઝ ફૂડનું સેવન ના કરવું જોઈએ, ચાઇનીઝ ફૂડમાં રહેલા અજીના મોટોના કારણે બાળકના બ્રેઇન પર ખરાબ અસર પડે છે.

Next Story