અજમાના છે અનેક ફાયદા, ગરમ પાણીમાં નાખી પીવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરમાં મળે છે રાહત

અજમો થાઈમોલ કેલ્સિયમ ચેન બ્લોકર ગણાય છે. તે કેલ્શિયમને હદયના કોષો સુધી પહોચતા રોકે છે. પરિણામે રક્તવાહિની ને આરામ મળે છે.

New Update
અજમાના છે અનેક ફાયદા, ગરમ પાણીમાં નાખી પીવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરમાં મળે છે રાહત

અજમો શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં એન્ટિસેપ્ટિક, એન્ટિ-માઇક્રોબાયલ, ફાઇબર, પ્રોટીન, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત ખનિજો તેમજ વિટામિન એ અને બી 9, ઓમેગા 3 અને એન્ટીઓકિસડન્ટ પણ મળે છે. સામાન્ય રીતે તેને પાચન માટે ઉપયોગમાં લેવાય છે. પણ તેના ઔષધિય ગુણો અનેક છે. અજમો થાઈમોલ કેલ્સિયમ ચેન બ્લોકર ગણાય છે. તે કેલ્શિયમને હદયના કોષો સુધી પહોચતા રોકે છે. પરિણામે રક્તવાહિની ને આરામ મળે છે. જેનાથી હદય તંદુરસ્ત રહે છે. અજમામાં રહેલું ફાઇબર કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં રહેવું દ્રવ્ય ફાઇબર આંતરડામાં જીલેટીનસ બને છે. તે પાચન ધીમું કરી દે છે. ઉપરાંત બ્લડ શુગરને પણ રોકે છે. ચરબી પણ ઓગળે છે. અજમો કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

પાચનમાં ફાયદાકરક છે અજમો:-

અજમો મેટાબોલિઝમ સાથે પાચનક્રિયાને વધારે છે. ખોરાક ઝડપથી પચે છે. તે પેટની ચરબીને એકઠી થતી અટકાવે છે. વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અજમાના પાણીમાં રહેલું થાઇમોલ અને નિયાસિન રક્ત પરિભ્રમણને સરળ બનાવે છે. તેમજ શરીરને ઝેરથી બચાવે છે.

એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-સ્પાસ્મોડિક ગુણધર્મો:-

અજમો પેટના દુ: ખાવામાં રાહત આપે છે. બેચેની નિયંત્રિત કરી શકે છે. તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી હોય છે. જે મહિલાઓને માસિક સ્રાવના ખેંચાણમાં રાહત આપે છે. અજમો ઉધરસ અને શરદી માટે રાહતરૂપ છે. તે ઠંડી દરમિયાન ગળફાના સ્ત્રાવને પણ સરળ બનાવે છે. તેમાં રહેલું થાઇમોલ ફૂગનાશક અને જંતુનાશક પદાર્થ છે. થાઇમોલ શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

Latest Stories