ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો,ત્રણ દિવસમાં કેસમાં વધારા સાથે 223 એક્ટિવ કેસ

કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે.વલસાડમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના 3 ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ બાદ ભરૂચમાં પણ 50 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ

New Update
  • રાજ્યમાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો

  • હાલમાં રાજ્યમાં 223 કોરોનાનાં એક્ટિવ કેસ

  • વલસાડમાં રેસિડેન્ટ ત્રણ ડોકટરો કોરોના પોઝિટિવ

  • ભરૂચમાં પણ કોરોનાની થઈ એન્ટ્રી

  • મહિલા કોરોના સંક્રમિત થતા સિવિલમાં સારવાર હેઠળ

ગુજરાતમાં કોરોનાના કેસની ચિંતાજનક ગતિ યથાવત રહી છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે.વલસાડમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના 3 ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે ભરૂચમાં પણ 50 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ છે.

ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા.જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક હવે બે ગણો વધી ગયો છે. હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ 145 સાથે મોખરે છે.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં જી.એમ.ઇ.આર. એસ મેડિકલ કોલેજના 3 રેસિડન્ટ ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાં બે મહિલા અને એક પુરુષ તબીબ મળીને ત્રણ ડોક્ટરોનો સમાવેશ થાય છે.જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

હાલ તમામ દર્દીઓને સ્ટાફ ક્વોટર્સમાં જ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.વધુમાં વલસાડ જિલ્લામાં હાલમાં ચાર એક્ટિવ કેસ હોવાનું પણ જાણવા મળ્યું છે.

જ્યારે ભરૂચમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે,શહેરના વેજલપુરના માછીવાડા વિસ્તારમાં રહેતી 50 વર્ષીય મહિલાની તબિયત લથડતા તેણીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી,જ્યાં તેણીના લેબ રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવતા મહિલાને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.અને આરોગ્ય વિભાગ દ્વારા પણ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

Read the Next Article

હાર્ટ એટેક અને લકવો થવાનું જોખમ વધારી રહયો છે વધુ મીઠાવાળો ખોરાક

આયોડાઇઝ્ડ સફેદ મીઠું, સ્વાદથી ભરપૂર કાળું મીઠું અને સિંધવ લૂણ  આ મીઠું ખૂબ જ ઉપયોગી છે. મીઠા વિના સ્વાદ અધૂરો લાગે છે. શરીરમાં સોડિયમની ઉણપ થવા લાગે છે.

New Update
WhatsApp Image 2025-07-22 at 1.26.16 PM

આયોડાઇઝ્ડ સફેદ મીઠું, સ્વાદથી ભરપૂર કાળું મીઠું અને સિંધવ લૂણ  આ મીઠું ખૂબ જ ઉપયોગી છે. મીઠા વિના સ્વાદ અધૂરો લાગે છે. શરીરમાં સોડિયમની ઉણપ થવા લાગે છે.

પછી સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે. તે ફક્ત મીઠું છે, જે પાણી અને ખનિજોનું સંતુલન જાળવી રાખે છે. તે શરીરને ડિહાઇડ્રેટ થવા દેતું નથી. તેની હાજરીને કારણે, શરીરના કોષો યોગ્ય રીતે કાર્ય કરે છે. ચેતાઓ યોગ્ય સંકેતો મોકલી શકે છે. તે ફક્ત મીઠું છે, જેના કારણે સ્નાયુઓની ગતિ અને ધબકારા યોગ્ય રહે છે. કોઈ નબળાઈ અને થાક લાગતો નથી. થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરે છે અને તે ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે.

પણ એવું શું થયું કે આ મીઠું સફેદ ઝેર બની ગયું? તે હાઈપરટેન્શન,હાર્ટની સમસ્યાઓ અને કિડનીના રોગનું કારણ બન્યું. ICMR મુજબ, મીઠાનું સાઈલેન્ટ કંજમશન મહામારી લાવવાનું  છે. "તમારા મીઠામાં હાર્ટ એટેક  છે" એવું આ ટ્રેન્ડ કેમ ચાલી રહ્યું છે? તેનું કારણ ખોરાકમાં વધુ પડતું મીઠું છે.

ખોરાકમાં મીઠા ઉપરાંત, લોકો તેની ઉપર મીઠું નાખીને ખાય છે. આપણે ચિપ્સ, બિસ્કિટ અને ખારા બદામના પેકેટ કેટલી વાર પચાવીએ છીએ? ખરેખર, સમસ્યા મીઠામાં નથી પણ તેને જરૂર કરતાં વધુ ખાવામાં છે. WHO દરરોજ 5 ગ્રામ મીઠું ખાવાની સલાહ આપે છે. આનો અર્થ એ છે કે સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં માત્ર એક ચમચી મીઠું ખાવું જોઈએ. પરંતુ અભ્યાસો કહે છે કે મોટાભાગના લોકો બમણું વધારે ખાય છે.

પરિણામે, વધુ પડતું મીઠું ખાવાથી શરીરના સોડિયમ સંતુલન ખલેલ પહોંચે છે અને બ્લડ પ્રેશર વધવાની સાથે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. કિડનીને પણ નુકસાન થાય છે. તો ચાલો આજથી જ વધારે મીઠું ખાવાની આદત બદલીએ અને યોગ દ્વારા શરીરને સ્વસ્થ રાખવા તરફ પગલાં લઈએ.

વધુ મીઠું ખાવાથી હાઇ બ્લડપ્રેશર થાય, ઓછું ખાવાથી મૃત્યુ પણ થઈ શકે, કેટલું મીઠું ખાવું જોઈએ પાકશાસ્ત્રમાં મીઠાને સબરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનાથી ન કેવળ રસોઈમાં સ્વાદ વધી જાય છે, પરંતુ માનવજીવન માટે પણ તે જરૂરી છે. મીઠામાં રહેલું સોડિયમ શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે


Health is Wealth | Healthy Food | Healthy Food Tips | Healthy Heart Tips