Connect Gujarat
આરોગ્ય 

સાવધાન.... શું તમે પણ અખબાર કે સિલ્વર ફૉઈલમાં લપેટીમાં ઓફિસે લઈ જાવ છો રોટલી, તો આજથી બંધ કરી દેજો

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ અથોરિટી ઓફ ઈંડિયાના જણાવ્યા અનુસાર, અખબારમાં લપેટીને ખાવાથી કેટલીય ગંભીર બીમારીઓ થઈ શકે છે.

સાવધાન.... શું તમે પણ અખબાર કે સિલ્વર ફૉઈલમાં લપેટીમાં ઓફિસે લઈ જાવ છો રોટલી, તો આજથી બંધ કરી દેજો
X

ભારતીય ઘરોમાં અખબાર વાંચવામાં ઓછા અને ખાવાનું પેક કરવામાં વધારે કામમાં આવે છે. મોટા ભાગે આપણે જોઈએ છીએ કે, ક્યારેકને ક્યારેક તો અખબારમાં ખાવાનું પેક કરીને ખાધું જ હશે. મોટા ભાગે સ્ટ્રીટ ફુડની દુકાન પર પૈકિંગ કરવા માટે અખબારનો ઉપયોગ થાય છે. શું આપ જાણો છો કે, આપની આ નાની એવી ભૂલ આપને ખતરનાક બીમારીને નોતરી શકે છે. એટલું જ નહીં સિલ્વર ફોયલમાં પણ ખાવાનું પૈક કરવું સારી બાબત નથી. તો આવો જાણીએ તેના ઉપયોગથી થનારા નુકસાન વિશે...

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ અથોરિટી ઓફ ઈંડિયાના જણાવ્યા અનુસાર, અખબારમાં લપેટીને ખાવાથી કેટલીય ગંભીર બીમારીઓ થઈ શકે છે. અખબારના છાપણી માટે ઉપયોગમાં આવતી શાહીમાં ખતરનાક રસાયણ હોય છે. ડાઈ આઈસોબ્યૂટાઈલ ફટાલેટ અને ડાઈ એન આઈસોબ્યૂટાઈલ જેવા રસાયણ આવેલ હોય છે. અખબારમાં ગરમ ખાવાનું ખાવાથી આ શાહી ઘણી વાર ભોજન સાથે ચોંટી જાય છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. શરીરમાં તે કેમિકલની વધારે માત્રામાં હોવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. અખબારમાં ભોજન લપેટીને ખાવાથી મોંનું કેન્સરથી લઈને ફેફસાના કેન્સર થવાનો ખતરો બની રહ્યો છે.

એલ્યુમિનિયમ ફોયલમાં ખાવાથી નુકસાન:-

તો વળી કેટલાય લોકોનું માનવું છે કે, અખબારની જગ્યાએ એલ્યુમિનિયમ ફોયલમાં ખાવાનું ખાવું યોગ્ય છે, તો આપને જણાવી દઈએ કે, ફોયલ પેપરનો પણ દરરોજ ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. ખાવાનું ગરમ રહે છે, તો લોકો તેને તુરંત ફોઈલ પેપરમાં પૈક કરી દેતા હોય છે. જેના કારણે ફોયલ પેપર ઓગળવા લાગે છે અને તે ખાવામાં ભળી જતું હોય છે અને તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તેનાથી આપના લીવર સંબંધિત બીમારી થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને આપની ઈમ્યૂન સિસ્ટમ પર માઠી અસર પડે શકે છે. અમુક લોકોને તે ખાવાથી અલ્ઝાઈમરની ફરિયાદ પણ રહેતી હોય છે.

Next Story