ચોમાસામાં બહારનું ખાવાનું ટાળો, બીમારીનો ભોગ બનશો.

ચોમાસુ વરસાદની મઝા સાથે સાથે બીમારીઓ પણ લાવતું હોય છે. આ દરમ્યાન ચોમાસામા ખાવા પીવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર હોય છે.

New Update
Rainy

ચોમાસુ વરસાદની મઝા સાથે સાથે બીમારીઓ પણ લાવતું હોય છે. આ દરમ્યાન ચોમાસામા ખાવા પીવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર હોય છે. ચોમાસામાં અમુક પ્રકારના આહાર લેવાનું ટાળવું જોઈએ .  

પ્રત્યેક ઋતુમાં અનેક ખાણી પીણીનું મહત્વ જોડાયેલુ હોય છે. જેમ સિઝન બદલાય તેમ વ્યક્તિની ખાણીપીણીમાં પણ ફેરફાર થાય છે. ખાસ કરીને ચોમાસાના ચાર માસ દરમિયાન ખોરાકને લઈને દરેક વ્યક્તિ સચેત રહે છેખાસ કરીને ચોમાસામાં વરસાદમાં પલળીને ગરમ-ગરમ ચા પીવાનો આનંદ થતો હોય છે. ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ અને ઇન્ફેક્શન ફેલાવવાનો ભય રહેતો હોય છેપરંતુ જો પહેલેથી જ સાવચેતી રાખવામા આવે  બીમારીની શક્યતા ઓછી રહે છે . જેમ કે ચોમાસામાં પ્રોટીન યુક્ત આહારનું મહત્ત્વ વધારે છે. તો સાથે ઉકાળા પીવાથી અનેક સમસ્યાઓનું સમાધાન થાય છે. ચોમાસામાં સ્વાસ્થ્ય માટે શું ખાવું જેટલું જરૂરી છે તેટલું જ મહત્ત્વનું શું ના ખાવું છે. ચોમાસામાં કયા ફૂડનું સેવન કરવું અને કયા ફૂડથી દૂર રહેવું તે એક મોટો સવાલ છે ચોમાસામાં કેટલાક શાકભાજી અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. કેટલાક તંદુરસ્ત અને મોસમી ફળોનો સમાવેશ કરવો જોઈએ. ચોમાસામાં પાચનતંત્ર નબળું પડી જાય છે.

પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળો :

વરસાદની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી ખાવાનું ઓછું કરોવરસાદના પાણીથી ચેપ લાગવાનો ખતરો વધી જાય છે અને શાકભાજીમાં કૃમિ થવાની સંભાવના પણ વધી જાય છે. જો તમે આવા શાકભાજી ખાવો તો તમે બીમાર થઈ શકો છો.

મસાલેદાર ખોરાક ના ખાશો :

ચોમાસામાં મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ કારણ કે વધુ પડતું તળેલું ખોરાક ખાવાથી તમારું પાચનતંત્ર બગડી જશે અને તમને ગેસપેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.અને તમે બીમાર થઈ શકો છો.

વરસાદની ઋતુમાં મોસમી ફળો જેવા કે કેરીપપૈયુંસફરજનદાડમનાસપતીવગેરે ખાવા જોઈએ. આ ફળો તમારા પાચનમાં સુધારો કરશે અને તમારું સ્વાસ્થ્ય જળવાય રહેશે. વરસાદની ઋતુમાં પોતાને ફિટ રાખવા માટે વધુને વધુ હર્બલ ચા પીવી જોઈએ. લીંબુ ચાગ્રીન ટીબ્લેક ટી અને આદુવાળી ચા પીવો. જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખશે. 

Latest Stories