Connect Gujarat
આરોગ્ય 

ભાવનગર : સિહોરમાં ડેન્ગ્યુએ લીધો એક બાળકીનો જીવ, આરોગ્ય વિભાગ દોડતું થયું...

ભાવનગર જિલ્લામાં તાજેતરમાં સિહોર ખાતે 2 દિવસ પૂર્વે 8 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું

X

ભાવનગર જિલ્લામાં વરસાદ બાદ તાવ, મલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસો માથું ઊંચકી રહ્યા છે. તાજેતરમાં જ એક બાળકીનું ડેન્ગ્યુમાં મૃત્યુ થયું છે, ત્યારે ચાલુ વર્ષમાં ડેંગ્યુના કારણે મૃત્યુ થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં તાજેતરમાં સિહોર ખાતે 2 દિવસ પૂર્વે 8 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકીને ઘણા સમયથી તાવ આવતો હોય, તેના રિપોર્ટ કરવામાં આવતા ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું હતું. બનાવ બાદ ભાવનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિહોર નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ મેલેરિયા-ડેન્ગ્યુ જેવા કેસોને પગલે કામગીરી કરતું હોય છે. જે માટે 3થી 4 હજાર જેટલી આશા વર્કર બહેનો પણ ઘરે ઘરે જઈ લોકોને દવા આપી રહી છે. જોકે, જિલ્લામાં જોઈએ તો ગત વર્ષે 432 જેટલા ડેન્ગ્યુના ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 57 જેટલા ડેન્ગ્યુના કેસ મળી આવ્યા હતા, ત્યારે ચાલુ વર્ષમાં 212 જેટલા કેસના રિપોર્ટ કરતા 15 જેટલા કેસ મળી આવ્યા છે. એક પણ મૃત્યુ નહોતું. પરંતુ આ વર્ષે અડધા કેસ થતાં જ મૃત્યુનો બનાવ બન્યો છે. તો બીજી તરફ, બાળકીનું મૃત્યુ થવાથી જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી શંકાના પરિઘમાં આવી રહી છે.

Next Story