Connect Gujarat
આરોગ્ય 

શું તમને કસરત કરવાનો ટાઈમ નથી મળતો? તો ડેઇલી રૂટિન લાઈફમાં કરો આ 3 કામ. કસરત કરવાની પણ નહીં પડે જરૂર

ટેકનિકના વિકાસના કારણે આજકાલના લોકોને ઘરે હોય કે ઓફિસ લિફ્ટનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે.

શું તમને કસરત કરવાનો ટાઈમ નથી મળતો? તો ડેઇલી રૂટિન લાઈફમાં કરો આ 3 કામ. કસરત કરવાની પણ નહીં પડે જરૂર
X

જો તમારો વજન દિવસે ને દિવસે વધતો જાય છે, પેટ અને કમરના ભાગ પર ચરબી જમા થાય છે. કપડાં નાના થવા લાગે છે, અરિસામાં ખુદ ને જ જોઈને શરમ આવે છે. તો તમારે ખાસ કસરતની જરૂર છે. પરંતુ બધા લોકોને કસરત કરવા માટે જિમમાં કલાકો સુધીનો ટાઈમ મળતો નથી. અને ઘણા લોકોને તો આ કામ એકદમ બોરિંગ લાગે છે. એવામાં તમે તમારી ફુરસદના સમયમાં આ ત્રણ કામ કરશો તો તમારે જિમમાં જવાની પણ જરૂર નહીં પડે અને તમે ફિટ અને હેલ્ધી બની જશો.

1. સીડીઓ ચડ-ઉતાર કરવી:-

ટેકનિકના વિકાસના કારણે આજકાલના લોકોને ઘરે હોય કે ઓફિસ લિફ્ટનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. આમાં પણ આપણે બીજા માળે પણ જવું હોય તો પણ આપણે લિફ્ટનો ઉપયોગ કરી લેતા હોયે છીએ. આમ કરવાથી જીવન સરળ અને છે પરંતુ આનાથી તમારી હેલ્થ પર ખૂબ જ માઠી અસર પડે છે. સારું રહેશે કે તમે ઘર કે ઓફિસ જવા માટે લિફ્ટ કે એલિવેટરના ઉપયોગને બદલે સીડીઓનો ઉપયોગ કરીને જાવ. કારણ કે આમ કરવાથી વજન ઘટશે અને બોડી પણ શેપમાં રહેશે.

2. સાઇકલ ચલાવવી:-

ઘણા લોકોને ટ્રેડમિલ પર રનિંગ કરવાનું પસંદ નથી કેમ કે તેમાં તેને મહેનત કરવી પડે છે. તેની જગ્યાએ જો તમે ઘરેથી થોડે દૂર સાઈકલ ચલાવીને જાવ તો તમારી હેલ્ધ પણ સારી રહેશે અને વધારાની ચરબી પણ ઓગળી જશે અને તે હાર્ટની હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

3. આઉટડોર ગેમ્સ:-

જો તમને સતત દોડવું પસંદ નથી તો તમે આઉટડોર ગેમ્સ પણ રમી શકો છો. તેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ કે પછી વોલીબોલ રમી શકો છો. આ ગેમ્સને ઓછામાં ઓછી 1 કલાક સુધી રમો. આમ કરવાથી બોડી ફ્લેક્સિબલ થશે અને થોડા જ દિવસો માં તમે ફિટનેશ મેળવી શકશો.

Next Story