આંખો અને ત્વચા માટે વરદાનરૂપ છે ગાજર, ફાયદાઓ જાણી તમે પણ ચોકી જશો....

ગાજરનું સેવન કરવાથી બલ્ડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ જે લોકોમાં વિટામિન્સની ઉણપ હોય છે તે ગાજર પૂરી પડે છે

New Update
આંખો અને ત્વચા માટે વરદાનરૂપ છે ગાજર, ફાયદાઓ જાણી તમે પણ ચોકી જશો....

શિયાળની ઋતુમાં આપણે ફળ અને શાકભાજીનું ખૂબ જ વધુ માત્રામાં સેવન કરવું જોઈએ. આ સિઝનમાં એવ શાક વધુ ખાવા જોઈએ જેમાં વધુ પ્રમાણમાં પોષકતત્વો આવેલા હોય. એવું જ એક શાકભાજી છે ગાજર, ગાજર પોષકતત્વોનો ભંડાર છે. વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શાકભાજી આંખો અને સ્કીન માટે અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારું વજન વધારે છે તો પણ તમે ગાજરનું સેવન કરી શકો છો. ગાજર એક એવા શાકભાજી માનું એક છે જેને તમે કાચી અને પાકી એમ બંને રીતે ખાઈ શકો છો. તો ચાલો જાણીએ શિયાળામાં ગાજર ખાવાના ફાયદાઓ...

ગાજર ખાવાના ફાયદાઓ....

· ગાજરમાં ઓછી માત્રામાં કેલેરી આવેલી હોય છે. આ સાથે જ તેમાં મિનરલ્સ, વિટામીન્સ, કેલ્શિયલ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, આર્યન, પોટેશિયમ અને સાથે જ વિટામિન એ અને વિટામિન સી પણ આવેલા હોય છે. જેના લીધે આંખો ડ્રાય થતી નથી. ગાજરના નિયમિત સેવનથી લાંબો સમય સુધી આંખોની રોશની જળવાય રહે છે.

· ગાજરનું નિયમિત સેવન કરવાથી વજન ઘટે છે. તેમાં કેલેરી ધણી ઓછી હોય છે અને ફાયબરનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. તેથી જ ગાજર ખાવાથી પેટ ભરેલું લાગે છે.

· ગાજરનું સેવન કરવાથી બલ્ડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ જે લોકોમાં વિટામિન્સની ઉણપ હોય છે તે ગાજર પૂરી પડે છે. વધુ ફાઈબર હોવાના કારણે ગાજર ગ્લુકોઝને કંટ્રોલમાં રાખે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર ખૂબ જ લાભદાયી છે.

· ગાજરમાં રહેલા તત્વો સ્કીન માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્કિનમાં રહેલા નાના મોટા ડાઘને પણ ગાજર ઠીક કરે છે.

· ગાજરમાં રહેલા કેરોટિન ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે પરિણામે સ્કીન ગ્લો કરે છે.

· ગાજરનો જ્યુસ નિયમિત પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલ ફાઈબર, પોટેશિયમ, નાઇટ્રેટ અને વિટામિન સી બીપીને કંટ્રોલ કરે છે.