કાળા જાંબુના પાનનું સેવન ડાયાબિટીસમાં કરશે લાભ

ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કાળા જાંબુના પાન મહત્વના બની રહે છે. ખરાબ લાઈફસ્ટાઈલ  અને ખાનપાનને કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

New Update
જાંબુ

ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કાળા જાંબુના પાન મહત્વના બની રહે છે. ખરાબ લાઈફસ્ટાઈલ  અને ખાનપાનને કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

જેમાં કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને પણ ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. આયુર્વેદમાં જાંબુના ફળો, બીજ એટલે કે ગુટલી, દાંડી અને પાંદડાનો ઉપયોગ થાય છે.

તમે જાંબુના બીજનો પાવડર બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીસના લોકો  જાંબુના પાનનો રસ પી શકો છો. આ માટે તાજા પાંદડા તોડીને તેનો રસ કાઢીને સવારે ખાલી પેટ પીવાનું રાખો.

 જો તમે ઇચ્છો તો, પાંદડાને સૂકવી પાવડર બનાવી શકો છો. ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવું. પાનને પાણીમાં ઉકાળીને ગાળીને હૂંફાળું ચાની જેમ પણ પી શકાય છે.

જાંબુના પાનમાં જાંબોલીન કમ્પાઉન્ડ હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જાંબુમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે આ ઉપરાંત સોજા અને દુખાવાની સમસ્યાને ઘટાડે છે. જાંબુના પાન ઇન્સ્યુલિન ઉત્પાદનની પ્રક્રિયાને પણ વેગ આપે છે.

Latest Stories