Connect Gujarat
આરોગ્ય 

એક પણ દવા લીધા વગર આ રીતે થાઇરોઈડને કરો કંટ્રોલ, જાણો ઘરેલુ ઉપાય.....

ઘણા બધા લોકો એવું હોય છે કે જે દાળનું સેવન કરતાં નથી. પરંતુ એક વાટકી દાળ પીવાથી તમને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે

એક પણ દવા લીધા વગર આ રીતે થાઇરોઈડને કરો કંટ્રોલ, જાણો ઘરેલુ ઉપાય.....
X

પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં થાઇરોઈડનું પ્રમાણ વધુ જોવા મળે છે. થાઇરોઈડને તમે નેચરલી પણ કંટ્રોલ કરી શકો છો. હોર્મોન્સના બદલાવને લીધે આ બીમારીની શરૂઆત થાય છે. ઉંમર વધતાની સાથે મહિલાઓમાં આ બીમારી વધતી જાય છે. તો આજે અમે તમને થાઈરૉઈડ કંટ્રોલમાં ખાન પાન સાથે જોડાયેલ અઘરેલું ઉપચાર વિષે જણાવીશું..

1. દાળનું સેવન કરો

ઘણા બધા લોકો એવું હોય છે કે જે દાળનું સેવન કરતાં નથી. પરંતુ એક વાટકી દાળ પીવાથી તમને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો. દાળમાં પ્રોટીનનું સારું એવું પ્રમાણ હોય છે. સાથે સાથે ફાઈબર પણ વધુ માત્રામાં હોય છે. આયરન ની માત્રા સારી હોવાથી થાઈરૉઈડ સરળતાથી કંટ્રોલ કરી શકો છો. આ એક બેસ્ટ ઓપસન છે આમ તમને થાઈરૉઈડ છે અને વધ ઘટ થાય છે તો તમે દાળ પીવાનું શરૂ કરી દો.

2. શક્કરીયા ખાઓ

થાઇરોઈડથી દૂર રહેવા માટે શક્કરીયાં એક બેસ્ટ ઓપ્શન છે. શક્કરીયાંમાં વિટામિન એ અને સીએની માત્રા પ્રચુર હોય છે. જેના કારણે થાઈરૉઈડ કંટ્રોલમાં રહે છે. શક્કરીયાંમાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. આમ તમે રેગ્યુલર શકરિયાનું સેવન કરો છો તો હેલ્થને અનેક ગણો ફાયદો થાય છે.

3. બ્રાઉન રાઇઝ અને સાબૂત અનાજ

બ્રાઉન રાઇઝ અને સાબૂત અનાજને તમે ડાયટમાં એડ કરો. આમાં ફાઇબરની માત્રા સારા પ્રમાણમા હોય છે, બ્રાઉન રાઇઝનૂ સેવન કરવાથી થાઈરૉઈડ ગ્લેન્ડ પ્રોપર રીતે કામ કરે છે. જેના કારણે બોડી ફિટ અને ફાઇન રહે છે. તમે રેગ્યુલર બ્રાઉન રાઇઝ ખાઓ છો તો થાઈરૉઈડ વધશે નહીં અને કંટ્રોલમાં રહે છે.

4. લીલા શાકભાજી

થાઈરૉઈડ થી દૂર રહેવા માટે લીલા શાકભાજી ખાવાનું રાખો. ખાસ કરીને પાલક તમારા માટે બેસ્ટ ઓપસન છે. લીલા શાકભાજી પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ સાથે મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે. જેના કારણે થાઈરૉઈડ લેવલ નિયંત્રણમાં રહે છે.

5. સિડ્ઝ અને ડ્રાયફ્રૂટસ

થાઈરૉઈડને કંટ્રોલ કરવા માટે તમે સિડ્ઝ અને ડ્રાઈફ્રૂટ્સ ખાઈ શકો છો. સેકામેવાનું સેવન કરવાથી થાઈરૉઈડ કંટ્રોલમાં રહે છે.

Next Story