Connect Gujarat
આરોગ્ય 

તંદુરસ્ત રહેવા માટે 30 વર્ષ પછી કરાવો આ જરૂરી 5 ટેસ્ટ, જિંદગી જીવવાની મજા માણી શકશો......

30 વર્ષ પછી બીપી, ડાયાબિટીસ જેવા જરૂરી ટેસ્ટ સમયાંતરે કરાવવા ખૂબ જ જરૂરી છે.

તંદુરસ્ત રહેવા માટે 30 વર્ષ પછી કરાવો આ જરૂરી 5 ટેસ્ટ, જિંદગી જીવવાની મજા માણી શકશો......
X

માનવ શરીરમાં જેટલું ખોરાકનું મહત્વ છે એટલું જ વ્યાયામનું પણ મહત્વ છે. જરૂરી કસરત અને યોગ્ય ખોરાક ખાવામાં આવે તો ગંભીર બીમારીઓથી બચી શકાય છે. 30 વર્ષ પછી બીપી, ડાયાબિટીસ જેવા જરૂરી ટેસ્ટ સમયાંતરે કરાવવા ખૂબ જ જરૂરી છે. જેથી ગંભીર બીમારીનો ખતરો હોય તો તેની આપણને આગવથી જાણ થઈ શકે અને સમયસર સારવાર લઈ શકીએ. સમયસર સારવાર લેવાથી આવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.

· બ્લડ પ્રેસર

હાલની તણાવ યુક્ત જીવન શૈલી ગુસ્સો કરવો ઉપરાંત ચીસો પાડવી સામાન્ય બની ગઈ છે. જેથી બ્લડપ્રેસર વધી જવાના ચાન્સ વધી જાય છે. જે શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. ત્યારે લક્વો, કિડનીને નુકશાન, હાર્ટ એટેક સહિતની અનેક બીમારીઓ જન્મ લે છે. જેથી બીપીનો રિપોર્ટ નિયમિત પ્રમાણે કરાવવો જોઈએ. અથવા ઘરે પણ બ્લડપ્રેશર માપવા માટે ડિજિટલ મશીન રાખો શકો છો.

· ડાયાબિટીસ

આજના જમાનાની લાઈફસ્ટાઈલને પગલે 30 વર્ષની ઉંમર બાદ બ્લડ સુગર ટેસ્ટ કરાવો ખૂબ જ આવશ્યક બની ગયો છે. ફાસ્ટિંગ સુગર અને ખાવાના બે કલાક પછી સુગર અને એચબીએ1સી ટેસ્ટ જે છેલ્લા ત્રણ મહિનાનું સુગર લેવલ બતાવી શકે છે આ ત્રણેય ટેસ્ટ કરાવવા ફરજિયાત બની ગયા છે. જેથી ગંભીર પરિણામથી બચી શકાય!

· લિપિડ પ્રોફાઇલ

જેને સામાન્ય બાબતે હાર્ટ હેલ્થ ટેસ્ટ કહેવામાં આવે છે. જે ટેસ્ટ શરીરમાં HDL, LDL, Triglyceride નું સ્તર જણાવે છે. દરેક સ્વસ્થ વ્યક્તિએ બે વર્ષમાં એકવાર આ ટેસ્ટ કરાવવો જોઈએ.

· લીવર અને કિડની ફંકશન ટેસ્ટ

એલએફટી અને કેએફટી એટલે કે લીવર ફંકશન ટેસ્ટ અને કિડની ફંક્શન ટેસ્ટએ 30 વર્ષ બાદની ઉંમરના તમામ લોકોએ વર્ષમાં એક વખત કરાવવો જોઈએ. જેનાથી કમળો, સિરોસિસ અને ફેટી લીવર સહિતની સમસ્યાઓ ટાળી શકાય છે. તેમાં પણ આલ્કોહોલનું સેવન કરનારાઓ માટે આ ટેસ્ટ મહત્વપૂર્ણ સાબિત થાય છે. બીજી બાજુ લોહીમાં ક્રિએટીનાઇનની માત્રા શોધી કાઢવા માટે કેએફટીનો ટેસ્ટ કરાવવો જોઈએ. તેમજ સીબીસી એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ તથા યુરીન ટેસ્ટ, વિટામીન ટેસ્ટ, મેમોગ્રાફી સહિતના ટેસ્ટ 30 વર્ષ બાદ નિયમિત કરાવવા જોઈએ.

Next Story