શું તમને પણ ભાવે છે ડાર્ક ચોકલેટ તો ચાલો જાણી લઈએ એના ફાયદા

આજકાલ ચોકલેટ નાના મોટા સૌ કોઈને પ્રિય છે. આ સિવાય અમુક લોકો મૂડ સ્વિંગમાં પણ ચોકલેટનું સેવન  કરે છે. માર્કેટમાં ચોકલેટ પણ ઘણા પ્રકારની મળે છે

author-image
By Connect Gujarat Desk
Choclate
New Update

આજકાલ ચોકલેટ નાના મોટા સૌ કોઈને પ્રિય છે. આ સિવાય અમુક લોકો મૂડ સ્વિંગમાં પણ ચોકલેટનું સેવન  કરે છે. માર્કેટમાં ચોકલેટ પણ ઘણા પ્રકારની મળે છે જેમાં પણ ડાર્ક ચોકલેટનું સેવન હેલ્થ માટે સારું માનવામાં આવે છેતમને પણ ડાર્ક ચોકલેટ ખાઓ છો તો કેટલાક ફાયદા અવશ્ય જાણો ...

ડાર્ક ચોકલેટ વિશે માહિતી :

ડાર્ક ચોકલેટમાં 11 ગ્રામ ફાઈબર, 66 %આયર્ન , મેગ્નેશિયમ , 196 % કોપર , 85 % મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક હોય છેઆ સાથે જ તેમાં અન્ય ચોકલેટ કરત વધુ કોકો અને ઓછી ખાંડ હોય છે. ડાર્ક ચોકલેટ અન્ય દૂધની બનેલ ચોકલેટ કરતાં  વધુ ફાયદાકારક અને ઓછી મીઠી હોય છે.

ફાયદા :

ડાર્ક ચોકલેટનું સેવન હદય રોગના ઘણા જોખમી પરિબળોને ઘટાડે છે. આમાનું એક ઉચ્ચ કોલેસ્ટ્રોલ છે . ફ્લેવેનોલ લાઈકોપીનથી સમૃદ્ધ હોવાથી ડાર્ક ચોકલેટ ફૂલ કોલેસ્ટ્રોલ , ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે ડાર્ક ચોકલેટમાં હાજર વસ્તુઓ એલડીએ થી રક્ષણ પૂરું પાડે છે જે હદય રોગનું જોખમ ઘટાડે છે

ડાર્ક ચોકલેટ સ્કીન માટે પણ ગુણકારી :

ડાર્ક ચોકલેટમાં રહેલા બાયોએક્ટિવ સંયોજનો તમારી ત્વચા માટે ખૂબ સારા હોય શકે છે તેમાં હાજર ફ્લેવેનોલ્સ સૂર્યના નુકશાનથી થતાં નુકશાનને અટકાવે છે ત્વચામાં લોહીના પ્રવાહમાં સુધારો કરી શકે છે. અને ત્વચાને ચુસ્ત અને હાઇડ્રેટેડ રાખી શકે છે

સ્ટ્રેસ ઘટાડે છે :

ડાર્ક ચોકલેટનું સેવન તમારા  સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ ખાવાથી મૂડ પણ સારો થાય છે. ડાર્ક ચોકલેટમાં રહેલા તત્વો ચિંતા પેદા કરનાર કોર્ટિસોલ હોર્મોનને નિયંત્રિત કરે છે .

ડાયાબિટીસમાં પણ કરે છે ફાયદો :

ડાયાબિટીસમાં ચોકલેટનું સેવન વિચિત્ર લાગે પણ કોકોથી ભરપૂર ડાર્ક ચોકલેટ ફાયદાકારક હોય શકે છે તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં ગ્લુકોઝનું ચયાપચય કરવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિન પ્રત્યે તમારા શરીર ની સંવેદનશીલતામાં સુધારો કરીને , ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ પણ ઓછું થાય છે.

#ડાયાબિટીસમાં પણ કરે છે ફાયદો #સ્ટ્રેસ ઘટાડે #ફાયદા #ડાર્ક ચોકલેટ
Here are a few more articles:
Read the Next Article