તમને છે? ઘૂંટણનો દુખાવો,અહી આપ્યા છે ઉપાયો

ઘૂંટણમાં સોજો અને દુખાવો એ મહિલાઓની સામાન્ય તકલીફ બની ગઈ છે. ઘૂંટણના દુખાવા પાછળ ઘણા કારણો હોય છે. જેમ કે જૂનો માર, પગની નસ ખેંચાઇ જવી, ઓસ્ટિયો આર્થરાઇટિસ,રક્તસંચાર વગેરે.

New Update
દુખાવો

ઘૂંટણમાં સોજો અને દુખાવો એ મહિલાઓની સામાન્ય તકલીફ બની ગઈ છે. ઘૂંટણના દુખાવા પાછળ ઘણા કારણો હોય છે. જેમ કે જૂનો માર, પગની નસ ખેંચાઇ જવી, ઓસ્ટિયો આર્થરાઇટિસ,રક્તસંચાર યોગ્ય રીતે ન થતાં પગમાં ગોટલા બાઝી જવા વગેરે હોય છે.

જેમાં હળદરવાળું દૂધ ઘૂંટણના દુખાવા માટે રામબાણ ઇલાજ છે. દૂધમાં કેલ્શિયમ અને હળદરમાં એન્ટી ઓક્સીડન્ટ તેમજ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જેથી તે દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.ઘૂંટણના સોજાનેદુખાવાથી રાહત પામવા માટે આદુ પણ ફાયદાકારક સાબિત થાય છે.

આદુ સોજા દૂર કરનારો છે. તેમજ કેન્સરમાં પણ તે ઉપયોગી છે. એક કપ પાણી ઉકાળવું તેમાં લગભગ ૫૦ ગ્રામ જેટલો આદુ નાખી ધીમા તાપ પર ૧૦ મિનીટ સુધી ઉકાલવું. આ પછી તેને ગાળી તેમાં લીંબુનો થોડો રસ ઉમેરી પીવું.સ્વાદ માટે થોડી માત્રામાં મધ પણ ભેળવી શકાય છે.

મેથી દાણા ઘૂંટણના દુખાવાને દૂર કરવામાં સહાયક છે. મેથી દાણામાં સોજોને દૂર કરવાનો ગુણ સમાયેલો છે. એક ચમચો મેથી દાણા લઇ તેને બરાબર ધોઇ પાણીમાં રાતના ભીંજવી દેવા, સવારે આ પાણી કાઢી નાખીને પલાળેલા દાણાને ખાઇજવા.

સરસવનું તેલ ઘૂંટણોની તકલીફ માટે દેશી ઉપાય કહેવાય છે. જે દુખાવાને દૂર કરવા માટે જાણીતું છે. સરસવ તેલમાં ઓમેગા ૩ અને ઓમેગા ૬ ફેટી એસિડ સમાયેલા હોય છે. જે ઘૂંટણના સોજાને દૂર કરવામં સહાયક છે. આ તેલથી ઘૂંટણ પર માલિશ કરવામાં આવે છે.સોજો ઓછો થવાથી દુખાવામાં રાહત પણ થાય છે.

વધેલા વજનના કારણે પણ ઘૂંટણ દુખતા હોય છે. પરિણામે વજન સંતુલન કરવા માટે પોષ્ટિક આહાર લેવો.. ઘૂંટણના સોજા અને દુખાવામાં બરફનો ઠડો સેક ઉત્તમ છે . બરફના એક ટુકડાને પાતળા ટુવાલમાં લપેટી સેક કરવો. 

 

Latest Stories