એડીમાં દુખાવો છે? તો આ માહિતી તમારા માટે છે

ઘણા લોકોને પગની એડીમાં દુખાવાની સમસ્યા સતાવતી હોય છેભારતમાં દર વર્ષે એડીના દુખાવાની સમસ્યાના અંદાજે 1 કરોડ કેસ નોંધાય છે. આ સમસ્યા પુરુષમાં હોય તેના કરતાં વધારે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.

New Update
એડી

ઘણા લોકોને પગની એડીમાં દુખાવાની સમસ્યા સતાવતી હોય છે. જેને કેટલાક લોકો ધ્યાન પર નથી લેતા. આ દુખાવાનો ઈલાજ યોગ્ય સમયે થાય એ જરૂરી બન્યું છે.

શરૂઆતમાં દવા કરવી લેવાથી ગંભીર સમસ્યાથી બચી શકો છો. માહિતી અનુસાર તો ભારતમાં દર વર્ષે એડીના દુખાવાની સમસ્યાના અંદાજે 1 કરોડ કેસ નોંધાય છે. આ સમસ્યા પુરુષમાં હોય તેના કરતાં વધારે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.

આ ઉપરાંત પગ અચાનક વળી જવો, ફ્રેકચર, હાઈ હિલ્સ પહેરવી પણ તેનું મુખ્ય કારણ બને છે. વજન જ્યારે વધી જાય ત્યારે પણ એડીમાં દુખાવો વધારે થાય છે. જો તમે વર્ષોથી એક જ સાઈઝના ફૂટવેર પહેરતાં હોય તો તે પણ તમારા દુખાવાનું કારણ બની શકે છે.

તમારે પગ માટે યોગ્ય સાઈઝના ફૂટવેરની જ પસંદગી કરવી. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ તેમ તેના પગની સાઈઝમાં પણ ફેરફાર થાય છે. આ ફેરફારની નોંધ લેવી અને તે અનુસાર જ ફૂટવેર પસંદ કરવા આવશ્યક બને છે.

એડીમાં સખત દુખાવો રહેતો હોય તો એવા ફૂટવેર પહેરવા કે જેમાં એડીના ભાગમાં ગાદી હોય. આ ઉપરાંત વધારે સમય સુધી ઊભા રહેવાનું પણ ટાળવું જોઈએ.

 એડીમાં દુખાવો વધારે રહેતો હોય તો ડોક્ટરની સલાહ અનુસાર દવા લેવી.હૂંફાળા પાણીમાં સિંધવ નમક ઉમેરી અને તેમાં પગ ડુબાડી રાખવાથી પણ આરામ મળે છે. દુખાવો હોય ત્યાં બરફથી શેક કરવો જોઈએ. ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી કસરતો શીખી ને કસરતો કરવી જોઈએ. ચોક્કસ રાહત મળશે. 

 

Latest Stories