પિરિયડ્સમાં થતો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપાય

વર્તમાન સમયમાં તો મહિલાઓ ઘર સાથે ઓફિસનું કામ પણ સંભાળતી હોય છે તેવામાં માસિક સમયે થતા દુખાવો, મૂડ સ્વીંગ, થાક, તાણ જેવી તકલીફો તેના કામને પણ અસર કરે છે.

New Update
માસિક

માસિક સ્ત્રાવ દરેક મહિલા માટે જીવનનો અગત્યનો ભાગ છે. માસિક દરમ્યાન દરેક મહિલાને દુખાવો સામાન્ય રીતે થતો હોય છે. આ દુખાવો એવો હોય છે કે બીજા અન્ય કોઈ કામમાં મન લાગી નથી શકતું.

વર્તમાન સમયમાં તો મહિલાઓ ઘર સાથે ઓફિસનું કામ પણ સંભાળતી હોય છે તેવામાં માસિક સમયે થતા દુખાવો, મૂડ સ્વીંગ, થાક, તાણ જેવી તકલીફો તેના કામને પણ અસર કરે છે.

કામ પર ધ્યાન આપવા માટે મહિલાઓ માસિક સમયે પેનકીલર લેતી હોય છે પરંતુ દર મહિને દવાઓ લેવા કરતાં માસિકની તકલીફને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ.

દવા ખાવાથી દુખાવો તુરંત દૂર થઈ જાય છે પરંતુ વારંવાર દવા ખાવાથી શરીર પર તેની માઠી અસર પડે છે. આ દુખાવાની દવા તરીકે તુલસી સૌથી સારો વિકલ્પ છે.

તુલસીના પાનમાં દુખાવાને દૂર કરતાં તત્વો હોય છે. માસિક સમયે એક કપ પાણીમાં તુલસીના પાન ઉમેરી તેને બરાબર ઉકાળી અને ઠંડું કરી આ પાણી પી લેવું. આ રીતે તૈયાર કરેલું પાણી દિવસમાં 2થી 3 વાર પીવું જોઈએ.

બીજું છે -અળસીના બી પણ દુખાવાને દૂર કરે છે. અળસીના બીમાં ફૈટી એસિડ હોય છે જે માસિક સમયે થતા દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. રોજ 2થી 3 ચમચી અળસીના બીનું સેવન કરવું જોઈએ.

તે ઉપરાંત પેટના દુખાવા માટે વરીયાળી બેસ્ટ દવા છે. વરીયાળીને પણ પાણીમાં ઉકાળી લેવી અને આ પાણી ઠંડુ થાય એટલે દિવસમાં 4 વાર પીવું.બીજું છે- આદુ તો દરેક ઘરમાં હોય જ છે. આદુનું સેવન કરવાથી માસિક સમયસર પણ આવશે અને દુખાવો પણ દૂર થશે.

આદુને ટુકડા કરી અને પાણીમાં ઉકાળી લો. પાણી ઠંડુ થાય એટલે તેમાં જરૂર અનુસાર મધ ઉમેરી અને પી લેવું. દિવસમાં 2 વાર આ રીતે આદુની ચા તૈયાર કરી પીવાથી માસિકનો દુખાવો બંધ થઈ જશે. 

Latest Stories