કમરના દુખાવાથી છો હેરાન તો આટલું ધ્યાન આપજો

કમરનો દુખાવો અનેક લોકોના શરીરમાં ઘર કરી જાય છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. લાંબા સમય સુધી એક પોઝિશનમાં બેસી રહેવાને કારણે શરીરમાં કેલ્શિયમ અને વિટામીનની ઉણપને કારણે પણ કમરનો દુખાવો થઇ શકે છે.

New Update
કમરનો દુખાવો

આજકાલ નાના મોટા સૌને કમરના દુખાવાની બૂમ પાડતા હોય છે. અને કમરનો દુખાવો તમારા શરીરને પણ નબળું બનાવે છે. કોઈ ભારે વસ્તુ ઉપાડવાથીધક્કો મારવાથીઅસામાન્ય રીતે બેસવાની ટેવને કારણે પણ અચાનક કમરના સ્નાયુ પર સોજો ચડી શકે છે. જેને સાદી ભાષામાં કમરમાં ચસક ભરાઈ એમ કહે છે. કમરના દુખાવા પાછળ અનેક કારણો હોય શકે. આજકાલની જીવન પ્રણાલી અને ખાન પાનની ખોટી તેવો પણ બીમારીઓ ઊભી કરે છે.

આજનાં આ સમયમાં મોટાભાગના લોકોને કમરનો દુખાવો થતો હોય છે. કમરનો દુખાવો અનેક લોકોના શરીરમાં ઘર કરી જાય છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. લાંબા સમય સુધી એક પોઝિશનમાં બેસી રહેવાને કારણે શરીરમાં કેલ્શિયમ અને વિટામીનની ઉણપને કારણે પણ કમરનો દુખાવો થઇ શકે છે. સામાન્ય રીતે આ 30 વર્ષની ઉંમર પછી આ તકલીફ થવાની શરૂઆત થાય છે. શરીરને ફિટ રાખવા નિયમિત કસરત કરવી જોઈએ.

ચાલવાથી અને સ્વિમિંગથી પણ કમરના દુખવામાં રાહત મળી રહે છે.ઓછામાં ઓછું 20 થી 25 મિનિટ ચાલવું જરૂરી બને છે. જેને કમરનો દુખાવો હોય એને એટલું ધ્યાન આપવું કે કોઈ વજન ઉપાડો ત્યારે અચાનક ન ઉપાડો કેમકે ભારપૂર્વક વજન આવવાથી કમરમાં દુખાવો થાય છે. જો તમારુ વજન પણ વધારે હોય તો પણ કમરનો દુખાવો રહી શકે.

આજકાલની ખોટી લાઇફ સ્ટાઇલને કારણે શરીરનું વજન વધતુ જાય છે. જેથી એક્સેસાઇઝ કરીને વજન કંટ્રોલમાં કરવુ ખૂબ જરૂરી છે. સતત બેસીના રહેતા વચ્ચે હરતા ફરતા રહો જેનાથી રાહત રહેશે. તમે જોબ કરતાં હો તો ડેસ્કટોપ કે લેપટોપ પર બેસવાની આદત યોગ્ય રાખો. તમારું કમ્પ્યુટરનું માઉસ 90 ડિગ્રીમાં હોય એ રીતે બેસવાની આદત પાડો.તમારી ખરાબ બેસવાની આદત તમને કમરનો દુખાવો ઊભો કરી શકે છે.

Latest Stories