પ્લાસ્ટિકના કાળા ડબ્બામાં જો ખાવાનું ખાતા હોવ તો સાવધાન.... અતિ ગંભીર બીમારીનો ભોગ બની શકો છો.....

પ્લાસ્ટિકને લઈને એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને જાણવું આપના માટે ખૂબ જ જરૂરી છે.

New Update
પ્લાસ્ટિકના કાળા ડબ્બામાં જો ખાવાનું ખાતા હોવ તો સાવધાન.... અતિ ગંભીર બીમારીનો ભોગ બની શકો છો.....

આજ કાલ હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાવાનું આપવા આવતા અથવા પેક કરવા માટે કાળા પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કરતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી તેનું ચલણ વધી ગયું છે. જો કે આ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે જે ડબ્બામાં આપ ભોજનનો આનંદ લઈ રહ્યા છો. તેમાં ખાવાનું આપના માટે ઝેર સમાન છે. આ ભાગડોળ ભરી જિંદગીમાં આજકાલ લોકો કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જે તેમનું કામ ખૂબ જ સરળ બનાવી દે છે. જેથી સમય બચાવવા માટે આપણે ઘણી એવિ જીવનશૈલીનો ઉપયોગ કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમનું જ એક છે પ્લાસ્ટિક. આજ રોજ પ્લાસ્ટિક આપણી જીંદગીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જો કે પ્લાસ્ટિકના ઉપયોગથી આપણા શરીરની સાથે સાથે પર્યાવરણને પણ એટલુ જ નુકશાન થાય છે. હવે હાલમાં જ પ્લાસ્ટિકને લઈને એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને જાણવું આપના માટે ખૂબ જ જરૂરી છે.

· કાળું પ્લાસ્ટિક જીવલેણ સાબિત થઈ શકે છે

પ્લાસ્ટિકના બોક્સ ખાસ કરીને ખાધ પદાર્થોને પેક કરવા માટે ઉપયોગ થાય છે. પ્લાસ્ટિકમાં કાર્બન બ્લેક રંગદ્રવ્ય જોડીને બનાવવામાં આવે છે. આ પિગ્મેંટ પ્લાસ્ટિકને કાળો રંગ આપવાનું કામ કરે છે. ત્યારે આવા સમયે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ. તો તેમાં રહેલ કેમિકલના અમુક કણ આપણા ભોજનની સાથે ભળી જાય છે અને આવો ખોરાક ખાવાથી તે આપણા શરીરમાં અંદર જાય છે. જે બાદ આપણને નુકશાન પહોચાડે છે. જો આ પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ ભોજન રાખવામા આવે તો, તે માઇક્રોવેવમાં રાખીને ગરમ કરવામાં આવે તો તેનાથી કેન્સરનો ખતરો વધી જાય છે.

· કાળું પ્લાસ્ટિક હાનિકારક કેમ છે?

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કાળા પ્લાસ્ટિકમાં કાર્બન બ્લેક પિગ્મેંટ હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર અનુસાર, કાર્બન બ્લેક પ્લાસ્ટિકમાં પોલીસાઈક્લિક એરોમૈટિક હાઈડ્રોકાર્બનની હાજરીથી કેન્સરનો ખતરો વધે છે. એટલુ જ નહીં તેનાથી શ્વાસ લેવાની તકલીફ થઈ શકે છે. જો આપ પણ આ લોકોમાંથી છો તો બ્લેક બોક્સ ફુડ ખાવાની આદત બદલી નાખો.