Connect Gujarat
આરોગ્ય 

અસ્થમાના દર્દીઓ માટે કારેલું છે એકદમ બેસ્ટ, આજે જ કરો તમારા ડાયટમાં સામેલ, થશે બીજા અનેક ફાયદાઓ........

કારેલામાં ફૉસ્ફરસ પૂરતી માત્રામાં આવેલું હોય છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યામાં રાહત આપે છે.

અસ્થમાના દર્દીઓ માટે કારેલું છે એકદમ બેસ્ટ, આજે જ કરો તમારા ડાયટમાં સામેલ, થશે બીજા અનેક ફાયદાઓ........
X

કારેલું ખાવામાં જેટલું કડવું છે તેના ફાયદાઓ એટલા જ મીઠા છે. કારેલામાં અનેક પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ આવેલા હોય છે જે આપણા સ્વાસ્થ્યને ફાયદો કરે છે. કારેલામાં ફૉસ્ફરસ પૂરતી માત્રામાં આવેલું હોય છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યામાં રાહત આપે છે. તેના સેવનથી ખોરાકનું પાચન પણ યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ સારી લાગે છે.

અસ્થમાના દર્દીઓ માટે પણ કારેલું ખૂબ જ ગુણકારી નીવડે છે. અસ્થમામાં કારેલાનું શાક કોઈ પણ મસાલા નાખ્યા વગર ખાવાથી ફાયદો થાય છે.

કારેલાના રસનું સેવન કરવાથી ગેસ અને અપચા જેવી અનેક સમસ્યાઓ નાબૂત થાય છે. કારેલાના સેવનથી આ સમસ્યાથી હંમેશા માટે છુટકારો મળે છે.

કારેલાનો રસ પીવાથી લીવર મજબૂત બને છે. સાથે સાથે લીવર સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે. કમળામાં પણ કારેલું ખૂબ જ ફાયદાકારક છે.

આ સિવાય કારેલા હદય સંબંધિત સમસ્યાઓ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે હદયની ધમનીઓમાં ચરબીને જમા થવા દેતું નથી. જેના કારણે રકત સંચાર વ્યવસ્થિત થાય છે.

કારેલાં લકવા માટે પણ ખૂબ જ અસરકારક ઉપાય છે, કાચા કારેલાં ખાવાથી ફાયદો થાય છે.

Next Story