કાચુ લસણ ખાવાથી શું ફાયદાઓ થશે જાણી લો

લસણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો રહેલા છે. જે પાચન તંત્રને સ્વસ્થ બનાવવામાં સહાયક છે.કાચુ લસણ ખાવાની શરૂઆત ધીરે ધીરે કરો.

New Update
લસણ

સામાન્ય રીતે અમુક લોકોને ગેસની સમસ્યા રહેતી હોય છે. જેમાં કાચા લસણના સેવનના અનેક ફાયદાઓ છે.દરરોજ પેટમાં ગેસની સમસ્યા સામાન્ય રીતે પાચન તંત્રની ગરબડના કારણે થાય છે. કાચા લસણનું સેવન આ સમસ્યામાં રાહત આપશે. ખાલી પેટે સેવન કરવું જોઈએ. લસણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો રહેલા છે. જે પાચન તંત્રને સ્વસ્થ બનાવવામાં સહાયક છે. કાચુ લસણ ખાવાની શરૂઆત ધીરે ધીરે કરો, શરૂઆતમાં એક અથવા બે લસણની કળીઓ ખાવ. આ માટે લસણની કળીઓના નાના ટૂકડાં કરી દો અથવા ક્રશ કરી લો. આ લસણને તમે મધ સાથે ખાઇ શકો છો, જેથી તેનો સ્ટ્રોન્ગ ટેસ્ટ હળવો બને.

આ સિવાય તેને દહીં સાથે મિક્સ કરીને ખાઇ શકો છો, કાચું લસણ ખાધા બાદ હૂંફાળા પાણીનું સેવન કરવું જોઇએ, જેથી મોંઢામાંથી લસણની વાસ દૂર થઇ જાય. આ ઉપરાંત ભૂખ્યા પેટે લસણ ખાવાથી એવા લોકોને શરૂઆતમાં પેટમાં દુઃખાવાની ફરિયાદ રહી શકે છે

જેઓને અગાઉથી પાચનને લગતી ફરિયાદ રહેતી હોય. આ માટે તમે લસણને ખોરાક સાથે લઇ શકો છો, જેમાં લસણ અને લીલા ધાણાની ચટણી બનાવીને તેને ખાઇ શકો છો.

લસણના  ગુણો પેટના સોજા અને બળતરાંને દૂર કરવામાં મદદ કરે છે, જેના કારણે ગેસની સમસ્યામાં રાહત મળશે. લસણ શરીરમાંથી બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે,

જેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે અને શરીરમાંથી અન્ય બીમારીઓનું જોખમ પણ દૂર થાય છે. આ નુશ્ખા કરતાં પહેલા તમને કોઈ પણ બીમારી હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો. 

Latest Stories