રોજિંદો નહાવા માટે સાબુ વાપરવો યોગ્ય કે નુકશાન કારક, ચાલો જાણીએ..

આપણે રોજ સવારે ન્હાતી વખતે આપણાં શરીરને ચોખ્ખું રાખવા માટે સાબુનો ઉપયોગ કરતાં હોઈએ છીએ . આપણે માનીએ છીએ કે સાબુ વડે શરીર ચોખ્ખું રહે છે

New Update
soap

આપણે રોજ સવારે ન્હાતી વખતે આપણાં શરીરને ચોખ્ખું રાખવા માટે સાબુનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આપણે માનીએ છીએ કે સાબુ વડે શરીર ચોખ્ખું રહે છે અથવા તો ગંદકી શરીર પર જમા થઈ શકે છે. પરંતુ તાવચની કાળજી માટે સાબુનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. કેટલાક લોકો સાબુને હાનિકારક સમજે છે કેટલાકને દરરોજ સાબુથી જ નાહવાની ટેવ હોય છે.

ચાલો જાણીએ સાબુ દરરોજ વાપરવું સારું કે ખરાબ ?

અમુક મળતી માહિતીના આધારે તો સાબુતી સ્નાન ફાયદાકારક એટલે છે કે તેનાથી આપણાં શરીર પરની મેલ જેવી ગંદકી સાફ થઈ જાઈ છે. ઉનાળો શિયાળો કોઈ પણ ઋતુમાં સાબુ વાપરી શકાય છે. તમને વારંવાર સાબુ વાપરવાથી તમારી સ્કીન લક્ષી કોઈ પણ સમસ્યા દેખાઈ તો તમે સાબુનો ઉપયોગ કરવાનું ટાળી શકો છો . જો તમે ઉનાળામાં દરરોજ સાબુનો ઉપયોગ ન કરો તો પરસેવો અને ગંદકી જમા થશે અને તેનાથી ઘણા પ્રકારના ચેપનો ભય સતાવી શકે છે. સાબુ ત્વચામાંથી બેક્ટેરિયા અને ગંદકી દૂર કરે છેજે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. લોકોએ દિવસમાં ઓછામાં ઓછા એક વખત સાબુનો ઉપયોગ કરવો જોઈએ.જોકે બજારમાં અનેક પ્રકારના સાબુ મળતા હોય છે. પરંતુ સાબુનો ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. સાબુને બદલે તમે બોડી વોશ અને અન્ય પ્રવાહીનો ઉપયોગ પણ કાર શકો છો .  જે લોકોને શુષ્ક ત્વચાની સમસ્યા હોય તેઓ નહાવા માટે મોઇશ્ચરાઇઝિંગ સાબુનો ઉપયોગ કરી શકે છે. આમ સાબુનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો કોઈ સમસ્યા થશે નહીં.

 

Latest Stories