Connect Gujarat
આરોગ્ય 

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ : એક નાનો એવો ગઠ્ઠો પણ હોય શકે છે કેન્સરની નિશાની, હેલ્થ ચેકઅપ ઘટાડે છે કેન્સરનું જોખમ...

7 નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એક એવો રોગ છે જેણે 2022માં 14 લાખ લોકોને અસર કરી હતી. તેમાંથી 8 લાખ લોકોએ અકાળે જીવ ગુમાવ્યા

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ : એક નાનો એવો ગઠ્ઠો પણ હોય શકે છે કેન્સરની નિશાની, હેલ્થ ચેકઅપ ઘટાડે છે કેન્સરનું જોખમ...
X

દેશમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ પોતાનો કહેર મચાવી રહી છે. લગભગ ત્રીસ વર્ષ પહેલાં, આ રોગો દેશમાં 37% મૃત્યુ માટે જવાબદાર હતા. આજે આ બીમારીઓને કારણે 60% લોકોના જીવ જાય છે. 30 વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આ રોગોના નિવારણમાં જાગૃતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકોમાં જાગૃતિ વધારવા માટે દર વર્ષે આ દિવસે એટલે કે 7 નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એક એવો રોગ છે જેણે 2022માં 14 લાખ લોકોને અસર કરી હતી. તેમાંથી 8 લાખ લોકોએ અકાળે જીવ ગુમાવ્યા. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના અહેવાલ મુજબ, વિશ્વમાં દર વર્ષે કેન્સરના 1 કરોડ 90 લાખ કેસ નોંધાય છે. કેન્સરના કેસમાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે.

જાણો શું છે કેન્સર?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે, કેન્સર ઘણા રોગોનું જૂથ છે. જે શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. આ એક એવી બીમારી છે જેમાં આપણું શરીર આપણું જ જીવનું દુશ્મન બની જાય છે. આમાં, શરીરના કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે. આ અનિયંત્રિત કોષો તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે અને ગાંઠ અથવા કેન્સરનું સ્વરૂપ લે છે. આ રોગને શરીરના જે ભાગમાં તે થાય છે તેના આધારે નામ આપવામાં આવ્યું છે, જેમ કે સ્તન કેન્સર અથવા ફેફસાનું કેન્સર.

કેન્સરનું જોખમ કેવી રીતે ઘટાડવું?

કેન્સરનું જોખમ ઘટાડવા માટે શુધ્ધ ખોરાક ખાઓ, સિગારેટ, તમાકુ, દારૂ, ઇ સિગારેટ વગેરે જેવી વસ્તુઓ ખાવા પીવાનું બંધ કરી દો. સિઝન સીઝનના ફળ અને શાકભાજી ખાઓ, સાથે જ બહારનું જંકફૂડ ખાવાનું બને એટલુ ટાળો. આ સાથે નિયમિત કસરત કરો અને મેડિટેશન કરો. આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર, ફળો અને શાકભાજીનો સમાવેશ કરીને, જંક ફૂડ, તમાકુ અને આલ્કોહોલને ટાળવા જોઈએ અને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવાથી કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડી શકાય છે.

Next Story