Connect Gujarat
આરોગ્ય 

શિયાળા દરમિયાન શરીરને સ્વસ્થ રાખવા માટે આ હેલ્ધી મિલ્કશેક સાથે તમારી ફિટનેસ જર્ની શરૂ કરો....

આપણા શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે આપણે દર વર્ષે સંકલ્પ લઈએ છીએ, પરંતુ તે ક્યારેય પૂરા કરતા નથી.

શિયાળા દરમિયાન શરીરને સ્વસ્થ રાખવા માટે આ હેલ્ધી મિલ્કશેક સાથે તમારી ફિટનેસ જર્ની શરૂ કરો....
X

ખાસ કરીને વધતાં વજનથી પરેશાન લોકો અવનવા નૂશખા અપનાવતા હોય છે, તેમાય આપણા શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે આપણે દર વર્ષે સંકલ્પ લઈએ છીએ, પરંતુ તે ક્યારેય પૂરા કરતા નથી. આની પાછળનું એક કારણ તમારી ખરાબ ખાવાની આદતો હોઈ શકે છે, તો શા માટે આ નવા વર્ષથી એક સ્વસ્થ રહેવાનુ સંકલ્પ કરીએ. આ નવું વર્ષ, ગાજર-અખરોટ શેક કરો નવા વર્ષની શરૂઆત, જાણો તેને બનાવવાની રીત.

સામગ્રી :-

6-7 અખરોટ, 6 ખજૂર, ગાજર, એલચી પાવડર

ગાજર-અખરોટ શેક બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક મિક્સર જારમાં 6-7 અખરોટ લો, પછી 6 બીજ વગરની ખજૂર લો, છીણેલા મધ્યમ કદના ગાજર ઉમેરો. એલચી પાવડર ઉમેરો અને ફરજિયાત નથી પરંતુ , તમે તજ અથવા સુઠ પાવડર પણ લઈ શકો છો, સૌથી સ્વાદિષ્ટ સુગર ફ્રી એનર્જી બૂસ્ટર અખરોટ મિલ્કશેક તૈયાર છે. તમે પીરસતી વખતે તમે થોડા વધુ છીણેલા ગાજર અને સ્વાદિષ્ટ અખરોટ ઉમેરી પણ ઉમેરી શકો છો.

Next Story