Connect Gujarat
આરોગ્ય 

દવાની ટીકડીઓથી છુટકારો આપશે આ પાનનો રસ, શરીર રહેશે એકદમ સ્વસ્થ....

દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પણ ચાવવાની આદત રાખો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

દવાની ટીકડીઓથી છુટકારો આપશે આ પાનનો રસ, શરીર રહેશે એકદમ સ્વસ્થ....
X

આયુર્વેદમાં લીમડાનું અનેરું મહત્વ રહેલું છે. લીમડાના પાનનો જ્યુસ અનેક લોકો પીતા હોય છે. લીમડાનો કડવો સ્વાદ અનેક બીમારીઓને તમારા શરીરથી દૂર રાખવાનું કામ કરે છે. લીમડામાં રહેલા અનેક પ્રકારના ગુણો હેલ્થ, સ્કીન અને વાળ એમ ત્રણેય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અનેક આયુર્વેદિક પ્રોડક્ટસમાં લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તમે સવારે લીમડાના પાન ચાવો છો તો તમારી અડધી બીમારઑ એની જાતે જ ઠીક થઈ જાય છે. તો જાણો લીમડાના પણ ખાલી પેટે ચાવવાથી શું ફાયદો થાય છે.

· ઇમ્યુનિટી વધારવામાં ફાયદાકારક:-

શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફૂલ હોવી જરૂરી છે. લીમડાના પાનમાં અનેક પ્રકારના વિટામીન્સ, મિનરલ્સ, એંટીઓક્સિડેંટ્સ આવેલા હોય છે જે તમારી ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે.

· બ્લડ સુગર કંટ્રોલ રહે છે

ખરાબ લાઈફસ્ટાઇલના કારણે આજે ભારતમાં સતત ડાયાબિટીસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પણ ઘરેલુ નુંસખાઓ પર વિશ્વાસ કરતાં હોય છે. આમ તમે દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પણ ચાવવાની આદત રાખો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

· બ્લડ ડિટોક્સ કરે છે

લીમડામાં રહેલા ગુણો શરીરમાં લોહીને પૂરી રીતે સાફ કરવાનું કામ કરે છે. લીમડાના પાન ચાવવાથી લોહીમાંથી ટોકસિક બહાર નીકળીને બ્લડ ડિટોક્સ કરવામાં મદદ કરે છે. જ્યારે તમારું લોહી ક્લીન હશે તો તમે અનેક બીમારીઓથી બચી શકશો.

· પેટની તકલીફોને દૂર રાખે છે

ખરાબ ખાવા પીવાના કારણે અનેક લોકોને પેટની સમસ્યાઓ ઊભી થતી હોય છે. પેટને લગતી તકલીફો દિવસેને દિવસે લોકોમાં વધતી જાય છે. પરંતુ પેટને લગતી એક નહીં અનેક સમસ્યાઑ દૂર કરવા માટે આ લીમડો રામબાણ ઈલાજ છે. લીમડાના પણ ખાલી પેટે સવારે ચાવવાથી એસિડિટી અને પેટનો દુખાવો દૂર થાય છે.

· હવે લીમડાના પાનનું સેવન કઈ રીતે કરવું?

સામાન્ય રીતે તમે લીમડાના પાનનો રસ બનાવીને પી શકો છો. હંમેશા તાજા પાનનો રસ પીવાનો આગ્રહ રાખો. તમે ઈચ્છો તો આ પાન સમરે ખાલી પેટે 7 થી 8 વાગ્યાના સમયમાં ચાવી પણ શકો છો. તમે લીમડાના પાનને તવા પર ગરમ કરીને હાથથી મસળી લો. પછી તેમાં લસણ અને સરસિયાનું તેલ મિક્સ કરીને ભાતની સાથે પણ સેવન કરી શકો છો.

Next Story