Connect Gujarat
આરોગ્ય 

ખાવામાં સંતરાની છાલ સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે છે ફાયદાકારક, તો કરો આ રીતે તેનો ઉપયોગ

સંતરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે,

ખાવામાં સંતરાની છાલ સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે છે ફાયદાકારક, તો કરો આ રીતે તેનો ઉપયોગ
X

ખાસ કરીને ઇમ્યુનિટી માટે સંતરાનો ઉપયોગ કરવામાં આવે છે, વિટામિન -સીથી ભરપૂર સંતરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે, પરંતુ શું તમે જાણો છો, તેની છાલ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં રહેલા ગુણધર્મ સંધિવા, ટાઈફોઈડ, અલ્સર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે, તેથી સંતરા ખાધા પછી તેની છાલને ક્યારેય ફેંકશો નહીં. આમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ કે સંતરાની છાલનો ઉપયોગ ભોજનમાં કેવી રીતે કરવો.

સંતરાના છાલમાંથી બનાવેલ વાનગીઓ :-

સંતરાની છાલવાળી ચા :-

દોઢ કપ પાણીમાં અડધા સંતરાની છાલ નાંખો અને પછી તેમાં અડધો ઈંચ તજ, ત્રણ લવિંગ, બે નાની ઈલાયચી, અડધી ચમચી ગોળ નાખીને દસ મિનિટ બરાબર ઉકાળો અને પછી ગાળીને પી લો. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ સાબિત થઈ શકે છે.

સંતરાની છાલ અને ડુંગળીનું અથાણું :-

ડુંગળી અને સંતરાની છાલને પાતળા, લાંબા આકારમાં કાપીને ધોઈ લો. હવે લસણ અને લવિંગને અલગ કરીને છોલી લો અને આ બધી વસ્તુઓને થોડીવાર સુકાવા દો અને પછી એક મોટા બાઉલમાં રાખો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં હિંગ, સરસવ, મેથી પાવડર, કાળા મરી પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર અને કઢી પત્તા ઉમેરીને બરાબર મિક્ષ કરો. જ્યારે તેમાંથી હળવી સુગંધ આવવા લાગે તો તેને બાઉલમાં રાખેલી ડુંગળી, લસણ અને નારંગીની છાલ ઉપર રેડો અને હવે તેમાં લીંબુનો રસ, સરસવનું તેલ, સ્વાદ મુજબ મીઠું નાખીને આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને પછી તેને બરણીમાં ભરી લો. થોડા દિવસો રાખો. તમારા સંતરાની છાલનું અથાણું પંદર દિવસ પછી તૈયાર થઈ જશે.

સંતરાની છાલ વડે કેક બનાવો :-

આ માટે સૌ પ્રથમ થોડી કિસમિસને નારંગીની છાલ સાથે પીસીને એક જગ્યાએ રાખો. હવે એક બાઉલમાં માખણ, ખાંડ અને ક્રીમને સારી રીતે મિક્સ કરો. આ પછી બીજા મોટા બાઉલમાં લોટ, ખાવાનો સોડા મિક્સ કરો. હવે તેમાં માખણ, ખાંડ અને ક્રીમ મિક્સ કરો અને થોડીવાર માટે તેને સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં સંતરાની છાલ, કિસમિસ, અખરોટ અને બદામ નાખીને સારી રીતે મિક્સ કરો અને પછી તેને ગ્રીસ કરેલા બેકિંગ પેનમાં મૂકો અને 40 થી 50 મિનિટ સુધી કૂક કરવું આ રીતે સંતરાની છાલની કેક તૈયાર છે. તમે સંતરાની છાલમાંથી કેન્ડી, મસાલા અને અન્ય ઘણી મીઠી વસ્તુઓ જેમ કે બરફી, હલવો અથવા લાડુ બનાવી શકો છો.

Next Story