/connect-gujarat/media/post_banners/3089bf8a3e18fa99f9cc4b7b3552d7e986e3c2e9383b78e80a216b8394d33f82.webp)
ખાસ કરીને ચહેરાની સુંદરતા માટે અવનવા નુશખા અપનાવતા હોઈએ છીએ, ચહેરા પર એક પણ ડાઘ દેખાય તો તેને દૂર કર્યા વિના શાંતિ મળતી નથી. ઘણી વખત ચહેરા પર શ્યામ ફોલ્લીઓ દેખાય છે જે ધૂળ, ખીલ, હોર્મોનલ ફેરફારો વગેરેને કારણે થઈ શકે છે. જો આપણા ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે, તો આપણે તેને દૂર કરવા માટે બેચેન થઈ જઈએ છીએ કારણ કે તે આપણાં ચહેરાની સુંદરતાને બગાડે છે.
તેને દૂર કરવા માટે ક્યારેક તમારે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો સહારો લેવો પડે છે તો ક્યારેક સલૂનનો સહારો લેવો પડે છે, અને કાં તો ઘરેલુ ઉપચારો દ્વારા આપણે ચહેરાને સુંદર બનાવવાનો પ્રયાસ કરતાં હોઈએ છીએ આ પછી પણ જો દાગ-ધબ્બા ગાયબ ન થાય તો તે મુશ્કેલીનું કારણ બની જાય છે.
જો તમારા ચહેરા પર ડાર્ક સ્પોટ્સ પણ છે, તો તમે તેને મૂળમાંથી દૂર કરવા માટે કેટલાક કુદરતી સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો, તેનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન થશે નહીં, તો આવો જાણીએ તે કુદરતી સ્ક્રબ વિશે...
ઓટ્સ અને દૂધ :-
એક ચમચી ઓટ્સમાં થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો. તેમાં રહેલું લેક્ટિક એસિડ ડાઘ અને ફોલ્લીઓને દૂર કરશે.
લીંબુ અને સુગર સ્ક્રબ :-
ફોલ્લીઓ અને ડાઘ દૂર કરવા માટે લીંબુ અને ખાંડનું સ્ક્રબ શ્રેષ્ઠ વિકલ્પ છે. એક ચમચી ખાંડમાં લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવો, તેનાથી થોડા જ દિવસોમાં દાગ-ધબ્બા દૂર થઈ જશે.
હળદર અને દહીં સ્ક્રબ :-
હળદર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. એક ચમચી હળદરમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો, તેનાથી ફોલ્લીઓ અને ડાઘ જલ્દી દૂર થઈ જશે.
કોફી અને નાળિયેર તેલ :-
કોફી અને નાળિયેર તેલ સ્ક્રબ ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને ચહેરા પરથી મૃત ત્વચા દૂર કરે છે. તેની પેસ્ટ લગાવવાથી ત્વચા પરના ડાર્ક સ્પોટ ઓછા થવા લાગે છે.
પપૈયા અને પાઈનેપલ :-
પપૈયા અને પાઈનેપલને એકસાથે મિક્સ કરો. તેમાં ખાંડ મિક્સ કરો અને ચહેરો સ્ક્રબ કરો. તેમાં રહેલા એન્ઝાઇમ્સ ચહેરા પરના ડાઘ અને ડાઘ-ધબ્બા થોડા દિવસોમાં જ દૂર કરી દેશે.