/connect-gujarat/media/media_files/WPdV0Wjla85KPti6rJYg.jpeg)
આપણા ભારત દેશમાં સામાન્ય રીતે દિવસની શરૂઆત ચા થી થતી હોય છે. કેટલાક લોકોને ચા વગર ચેન નથી પડતું. પરંતુ આજકાલ મોટેરાઓ સાથે નાના બાળકો પર ચા અને કોફીના બંધાણી થઈ રહ્યા છે. જે બાળકોના સ્વાસ્થય માટે ખૂબ નુકશાનકારક છે.
માતા - પિતા પણ આજકાલ ખુશી ખુશી બાળકોને ચા નો કપ ધરી દેતા હોય છે.પરંતુ આ વસ્તુ બાળકો માટે ગંભીર સાબિત થઇ શકે છે આ આદત બાળકોના ગ્રોથ માં ખરાબ પ્રભાવ પાડી શકે છે.
12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ચા ન આપવી જોઈએ ...
ચા અને કોફી માં ટેનિન નામનું સંયોજન હોય છે.જે બાળકોના શરીરમાં કેલ્શિયમ અને આર્યનની ઉણપ ઊભી કરે છે. ચા અથવા કોફીના રહેલા કેફીન સીધા આપણી માનસિક સક્રિયતાને પ્રભાવિત કરે છે. તેના કારણે ઉંઘની સાચી સ્થિતિ બગડી જાય છે. જો તમારુ બાળક પણ સવારે કે સાંજે ચા પીવાની ટેવ ધરાવે છે તો તેને ઉંઘમાં ખલેલ પહોચી શકે છે. અને પરિણામે ધીમે ધીમે ઊંઘ સાથે જોડાયેલી સમસ્યા શરુ થઈ જાય છે.
હ્રદય સાથે જોડાયેલી સમસ્યા
ચા અથવા કોફીની ટેવ નાનાથી લઈને મોટી ઉંમરના દરેક લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પેદા કરે છે. ચા અને કોફીમાં રહેલા કેફીન હાર્ટને નુકસાન પહોચાડે છે અને બ્લડ પ્રેસર વધારે છે. અને બ્લડ પ્રેસર વધવાના કારણે તેની અસર સીધી હાર્ટ ઉપર થાય છે. અને ધીરે ધીરે હ્રદય સંબધિત બીમારીઓ પેદા થાય છે.
ડિપ્રેશનમાં વધારો શક્ય બને છે...
કેફીન ડિપ્રેશનમાં વધારો કરે છે. શરીર સુધી કેફીન પહોચાડવાનો સ્ત્રોત ચા અને કોફી છે. આ જાણી લો કે ...ચાનું સેવન કરવાથી ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી સમસ્યા વધે છે. જો તમારા બાળકો ચા પીતા હોય તો તેમને આવી સમસ્યા થવાની શક્યતા રહેલી છે.
પાચન ક્રિયા બગડે છે..
ચા અને કોફીના સેવનથી બાળકોની પાચનક્રિયા બગડી શકે છે...ચાના સેવનથી કબજીયાત જેવી સમસ્યા થવાની સંભાવના રહેલી છે. જો તમારુ બાળક ખાલી પેટે ચાનું સેવન કરવાથી ડાયટ પર અસર કરે છે.
એટલે નાના બાળકોને અમુક ઉમર પછી જ ચા ને કોફીનું સેવન કરવાની ટેવ પાડવું જોઈએ.