હિમંતનગર : કોરોનાએ બદલી જીવનશૈલી, વાંચો એક અનોખા બેસણા વિશે

New Update
હિમંતનગર : કોરોનાએ બદલી જીવનશૈલી, વાંચો એક અનોખા બેસણા વિશે

કોરોનાની બીજી ઘાતક લહેરમાંથી કોઇ બાકાત રહયું નથી. કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકો સોશિયલ ડીસ્ટન્સ જાળવી રાખે તેના પર ભાર મુકાય રહયો છે. કોરોનાએ માનવીની આખે આખી જીવનશૈલી બદલી નાંખી છે અને તેનું ઉદાહરણ હિમંતનગરમાં જોવા મળ્યું હતું. ટ્રેકટરના વેપારીના મોત બાદ તેમના સ્વજનોએ ડ્રાઇવ થ્રુ બેસણું યોજયું હતું. જેમાં મિત્રો તથા સ્વજનોએ કાર કે અન્ય વાહનમાંથી ઉતર્યા સિવાય જ મૃતકને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

હિમંતનગરમાં ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતા ઇકબાલહુસૈન લુહારનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ પરિવારજનોએ કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન થાય અને મિત્રો તથા સ્વજનોને પણ મળી શકાય તે પ્રકારે બેસણું યોજવાનો નિર્ણય લીધો હતો. મૃતકના પરિવારજનોએ મંડપ બાંધી મંડપમાં મૃતકની તસવીર રાખી હતી.

સવારે 10 વાગ્યાથી મૃતકના સ્વજનો અને મિત્રો કાર કે અન્ય વાહનમાં મંડપમાં આવ્યાં હતાં અને વાહનમાંથી ઉતર્યા સિવાય જ મૃતકને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. હિમંતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પર બેસણામાં હાજર રહયાં હતાં. આમ કોરોના વાયરસે હવે માનવીની આખી જીવનશૈલી બદલી નાંખી છે.

Latest Stories