/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/30121452/a9284a9c-653c-43f1-9828-dda4b6e15d38.jpg)
ભુગૃઋુષિની પાવન ધરા ભરૂચ ધાર્મિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો ધરાવે છે. આજની યુવા પેઢી ભરૂચના ભુતકાળથી મોટાભાગે અજાણ છે ત્યારે અમે તમને જણાવી રહયાં છે એક એેવી વાત કે જે તમે કદાચ નહિ સાંભળી હોય. સન 1803ની 30મી ડીસેેમ્બરના રોજ બ્રિટિશરો અને મરાઠા પ્રમુખ વચ્ચે થયેલી એક સંધિના કારણે ભરૂચ અને દેશના અન્ય કેટલાક શહેરો ઇસ્ટ ઇન્ડીયા કંપનીના નિયંત્રણમાં આવી ગયાં હતાં.
મહારાષ્ટ્રમાં સ્થિત અંજનગાંવ શહેરમાં મરાઠા પ્રજાના પ્રમુખ દૌલત રાવ સિંધિયા અને બ્રિટિશરો વચ્ચે 30 ડિસેમ્બર 1803 ના રોજ સુરજી-અંજનગાંવની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. દૌલતરાવ સિંધિંયાએ અસેની યુદ્ધ અને અરગાંવની લડાઇ પછી બ્રિટીશરો સાથે સુરજી-અંજનગાંવની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરાર બીજા ભારતમાં એંગ્લો-મરાઠા યુદ્ધ (1803-1805) ના પહેલા તબક્કામાં મધ્ય ભારતમાં મેજર જનરલ આર્થર વેલેસલીના લશ્કરી અભિયાનોનું પરિણામ હતું.
આ સંધિના પરિણામ રૂપે, ગંગા-જુમ્ના દોઆબ, દિલ્હી-આગ્રા ક્ષેત્ર, બુંદેલખંડના ભાગો, બ્રોચ( હાલનું ભરૂચ), ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને અહમદનગરનો કિલ્લો બ્રિટિશ કંપની ઇસ્ટ ઇન્ડિયા ના નિયંત્રણમાં આવ્યાં હતાં. આ સંધિમાં બે વાર સુધારો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્ટ ઇન્ડીયા કંપનીના માધ્યમથી જ અંગ્રેજો ભારતમાં આવ્યાં હતાં અને આપણા દેશને ગુલામ બનાવ્યો હતો.