આજથી હોળાષ્ટક શરૂ, જાણો કેમ આ આઠ દિવસોમાં નથી કરવામાં આવતા શુભ કાર્યો !

આજથી હોળાષ્ટક શરૂ, જાણો કેમ આ આઠ દિવસોમાં નથી કરવામાં આવતા શુભ કાર્યો !
New Update

આગામી 28 માર્ચ, 2021નાં રોજ રવિવારે હોળીનો પર્વ છે આ સાથે 29 માર્ચનાં ધૂળેટી છે. હોળીનાં આઠ દિવસ પહેલા હોળાષ્ટક આવે છે. એટલે ફાગણ સુદ-આઠમના દિવસે આજે 21 માર્ચ રવિવારથી શરૂ થઇને 28 માર્ચ રવિવારે હોલિકા દહનના દિવસે સમાપ્ત થશે. હોળાષ્ટકના દિવસે 8 દિવસોમાં લગ્ન-વિવાહ, મુંડન સહિત કોઇપણ માંગલિક કાર્ય નથી થતા, આ ઉપરાંત 16 સંસ્કાર જેવા કે- નામકરણ, જનોઇ સંસ્કાર વગેરે પણ નથી કરવામાં આવતાં. તેની પાછળ પૌરાણિક અને જ્યોતિષીય બંને કારણો માનવામાં આવે છે.

આ આઠ દિવસોમાં કેમ નથી કરવામાં આવતા શુભ કાર્યો ?

માન્યતા છે કે, ભક્ત પ્રહલાદની નારાયણ ભક્તિથી ક્રોધિત થઈ હિરણ્યકશ્યપે હોળી પહેલાના આઠ દિવસોમાં ભક્ત પ્રહલાદને ખુબ કષ્ટ આપ્યા હતા. ત્યારથી આ આઠ દિવસ હિન્દૂ ધર્મમાં અશુભ માનવામાં આવે છે. આ 8 દિવસોમાં ગ્રહ પોતાનું સ્થાન બદલે છે. ગ્રહોનો ફેરફાર થતો હોવાના કારણે હોળાષ્ટક દરમ્યાન કોઈ શુભ કાર્ય નથી કરવામાં આવતા. આજથી સવારે 07:11 કલાકથી હોળાષ્ટકનો પ્રારંભ થશે. હોળાષ્ટક હોળીકા દહન પછી સમાપ્ત થાય છે. આ વર્ષે ફાગણ સૂદ પૂનમના અમૃત સિદ્ધિ યોગના સંયોગમાં હોળીનું પર્વ મનાવાશે. 28 માર્ચના સાંજે 6.50થી 7.35 દરમિયાન હોળી પ્રાગટય માટે શુભ મુહૂર્ત છે.

#Holi festival #Festival #Holashtak 2021 #Dhuleti 2021 #Holashtak #Holi 2021
Here are a few more articles:
Read the Next Article