રાજ્યમાં ત્રાટકેલા તાઉટે વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ તથા અમરેલીમાં નોંધાયો છે. બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ , ઉનામાં 7 ઇંચ, સાવરકુંડલામાં 6.5 ઇંચ વરસાદ, પાલીતાણામાં 6 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ વરસાદ, મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે
તાઉટે વાવાઝોડાને પગલે ભાવનગરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના મહુવામાંથી મળતી માહિતી પ્રમાણે મહુવામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ હતો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી ભરાઇય ગયા છે. આખી રાતમાં મહુવામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પાલીતાણામાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે અનેક જ્ગ્ય્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે સોરાષ્ટ્ર્માં આંબેક રાજમાર્ગો પણ બંધ થયા છે રેસ્ક્યુ ટિમ કામે લાગી છે. રાજુલા તથા જાફરાબાદમાં 175 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.
તાઉ-તે વાવાઝોડું સોમવારની રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું, ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતાં. જ્યારે વીજપોલ પડી જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડું આવતાં પહેલાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે મોટાં મોજાં ઊછળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે અગાઉથી કરેલી તૈયારી અને રાતનો સમય હોવાથી જાનહાનિ થઈ નહોતી. દક્ષિણ ગુજરાતમાં સાંજથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. જ્યારે વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થયો હતો. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચમાં પણ વાવાઝોડાની અસરના પગલે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. દહેજ બંદર ખાતે દરિયો તોફાની બની ગયો હતો. દહેજ બંદરે પણ અતિભયજનક સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. ભરૂચના કાંઠા વિસ્તારમાં અનેક કાચા મકાનો અને કેબીનોના પતરા ઉડયાં હતાં.
દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે. વીજળી ડુલ હોવાથી લોકોએ સોમવારની રાત ભયના ઓથાર હેઠળ વીતાવી હતી. ભારે પવનોના કારણે ગમે ત્યારે મકાન ધરાશાયી થઇ જાય તેવી સ્થિતિમાં લોકોએ રાત ગુજારી હતી. સૌરાષ્ટ્રથી વાવાઝોડુ હવે મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહયું છે.