-
અંકલેશ્વરમાં ચકચારી બનાવ
-
નહેર પર દંપત્તિ પર હુમલો
-
પતિનું નિપજ્યું મોત
-
શહેર પોલીસે ગુનો નોંધ્યો
-
ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની પાણીની નહેર નજીક દંપતી ઉપર એક ઇસમે નજીવા મુદ્દે હુમલો કરતા પતિને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ બારડોલી અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે રહેતા રેખાબેન વર્મા પોતાના પતિ પોલુ રામકરણ વર્મા અને ટીંગુસિંહ સાથે નજીકમાં આવેલ પાણીની નહેર ખાતે સ્નાન કરવા ગયા હતા.તેઓ વાતચીત કરતા હતા તે સમયે ત્યાં હાજર સંતોષકુમાર પૂનમ વસાવાએ અહીંયા કંકાસ નહીં કરો બીજી જગ્યા પર જઈને કંકાસ કરો તેમ કહેતા દંપતીએ તેઓ વાતો કરતા હોવાથી તને શું તકલીફ છે. તેમ કહેતા જ સંતોષ વસાવા આવેશમાં આવી જઈ અપશબ્દો ઉચ્ચારી નજીકમાંથી લાકડાનો હાથ લઈ આવી પોલુ વર્માને માથાના ભાગે મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
જ્યારે વચ્ચે છોડાવવા પડેલ તેની પત્ની રેખાબેનને માથાના ભાગે ઈંટ મારી ઇજા પહોંચાડી હતી.બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અને મારામારી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે ગણતરીના સમયમાં આરોપી સંતોષ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
