રાજ્યના નવા વરાયેલા મુખ્યપ્રધાન હાલમાં મીડિયાને હિન્દીમાં સંબોધવા અંગે સાફ કહી દીધું હતુ કે, ગુજરાતીમાંજ મારે કહેવુ છે, તમારે રાષ્ટ્રીય સ્તરે જે ચલાવવું હોય તે કરો. આ નિવેદનને રાજ્યના મીડિયામાં આવકાર મળ્યો છે. આ પહેલાં આનંદીબહેન પટેલ પણ મીડિયા સમક્ષ ગુજરાતીમાં જ તેમને યોગ્ય લાગતા નિવેદન આપવાનો આગ્રહ કર્યો હતો. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. જે સમયે તેમણે મુખ્યમંત્રી બનાવાયા એ સમયે જામનગરમાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઇ હતી. તેથી તેમણે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોની મૂલાકાત લીધી હતી અને આ મુલાકાત બાદ તેમણે જામનગરમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જે દરમિયાન તેમણે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખ્યો હતો. જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન તેમણે માતૃભાષામાં સંબોધન કર્યું હતું. સંબોધન પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્ર પટેલ ઉભા થઇને જઇ રહ્યાં હતા. એ વેળાએ નેશનલ ન્યૂઝ ચેનલના પત્રકારો દ્વારા હિન્દીમાં નિવેદન આપવા જણાવ્યું હતું. જોકે, એ જ સમયે તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતીમાં જ કહેવાનો છું. તમારે નેશનલમાં ચલાવવું હોય તો ગુજરાતીમાં ચલાવો. આ તકે પૂનમ માડમે જણાવ્યું હતું કે, નેશનલ ન્યૂઝ ગુજરાતનું હિન્દી અનુવાદ કરીને ચલાવે.’
ગર્વ છે ગુજરાતી છું: હું તો ગુજરાતીમાં જ બોલીશ, તમારે નેશનલ ચેનલમાં ચલાવવું હોય તો ચલાવો: સી.એમ.ભુપેન્દ્ર પટેલ
રાજ્યના નવા વરાયેલા મુખ્યપ્રધાન હાલમાં મીડિયાને હિન્દીમાં સંબોધવા અંગે સાફ કહી દીધું હતુ
