શોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસ્વીર વિજયવાડાના સબ ક્લેક્ટર જી સૂર્યા પરવીન ચંદની છે. આ તસ્વીરમાં તે ખાતર લેતા જોવા મળી રહ્યા છે. ખાતરની દુકાન પર ખેડૂતોની સાથે થઈ રહેલી છેતરપિંડીની તપાસ માટે તે ખેડૂત બનીને કેઈકોલપુર અને મુદીનપાલી મંડળની દુકાનો પર ખાતર લેવા માટે ગયા હતા. દુકાન પર તેમણે જોયું કે ઘણા દુકાનદાર યુરિયાને MRPથી વધારે ભાવમાં વેચી રહ્યા હતા.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તે ખાતરમાં કોઈ બિલ પણ ન હતા આપી રહ્યા અને તેમણે ખાતરની જમાખોરી માટે તેના ગોડાઉન ભરી રાખ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ તસ્વીરમાં જોઈ શકાય છે કે જે વ્યક્તિ ખાતર લેતો જોવા મળી રહ્યો છે તે આઈએએસ અધિકારી પરવીન ચંદ છે. વિસ્તારના એક દુકાનદારે તેમને ખેડૂતની સાથે થઈ રહેલી આ છેતરપિંડીને લઈને ફરીયાદ દાખલ કરાવી હતી. જ્યાર બાદ તેમણે તપાસ કરાવવા માટે શુક્રવારે આ પગલું ભર્યું હતું. તેમણે જે બે દુકાનદારોને હેરાફેરી કરતા પકડ્યા તે બે દુકાનોને સીઝ કરી દીધી છે. જે યુરિયા 266.50 રૂપિયાનું છે દુકાનદાર તે 280 રૂપિયે વેચવામાં આવી રહ્યું હતું. આટલું જ નહીં તે ગ્રાહકોની આધાર ડિટેલ પણ લઈ રહ્યા હતા.