New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/22162250/76D29MbP.jpg)
અંકલેશ્વરમાં આશિયાના હોટલની બાજુમાં કાર્યરત ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર લર્નિંગ દ્વારા પ્રોજેકશન-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી,કમ્પ્યુટર અને એકાઉન્ટની ફિલ્ડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ટેક્નોલોજી બેઝ્ડ સ્માર્ટ હાઇવે, સોલાર સિસ્ટમ, સ્માર્ટ હોમ સહિતના પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા.
શ્રેષ્ઠ પ્રોજેકટ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સંચાલકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.