• અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણી

  • ગતરોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ

  • ભાજપે 36 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

  • કોંગ્રેસના 31 ઉમેદવારો

  • આમ આદમી પાર્ટીના 25 ઉમેદવાર

અંકલેશ્વર નગરપાલિકામાં જ્યાં આપ પાર્ટી પાલિકા ચૂંટણીમાં પ્રથમ વખત 25 ઉમેદવાર મેદાનમાં ઉતારી ખુદ આપ શહેર પ્રમુખએ ઝુકાવ્યું છે.11 બેઠક પર આપના ઉમેદવારો ચૂંટણી લડી નથી રહ્યા. જે પૈકી માત્ર વોર્ડ નંબર 3 માં આપ પાર્ટી એ ઉમેદવારી નોંધાવી નથી. બાકી 5 વોર્ડમાં પેનલ જ્યારે અન્ય ઓછા વત્તા ઉમેદવાર નોંધાવ્યા છે. જયારે કોંગ્રેસ દ્વારા 36 પૈકી 31 ઉમેદવાર નોંધાવ્યા છે. જે પૈકી માત્ર વોર્ડ 6 માંથી 3 ઉમેદવાર છે. જયારે વોર્ડ નંબરમાં કોંગ્રેસ દ્વારા અપક્ષ પેનલ એવી પ્રવીણ માસ્ટર અને બાગી ભાજપ સભ્ય નીતિન વકીલની પેનલને ટેકો જાહેર કર્યો છે. 
આ તરફ વોર્ડ નંબર 6માં ભાજપમાં વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ ગત ટર્મની મહિલા સભ્ય જ્યોત્સ્ના રાણા પુનઃ ઈન થવા સાથે ટિકિટ મેળવી હતી અને પુનઃ બિન હરીફ સભ્ય બનતા હવે પાલિકાની ચૂંટણીમાં 36 પૈકી 35 બેઠકનો ચૂંટણી જંગ ખેલાશે.
અંકલેશ્વર નગરપાલિકામાં વોર્ડ પ્રમાણે ઉમેદવારો:-
વોર્ડ   આપ         કોંગ્રેસ           ભાજપ 
1        4         અપક્ષ ને ટેકો         4
2        1                 4                  4
3        0                 4                  4
4        4                 4                  4
5        4                 4                  4
6        1                 3                  4
7        4                 4                  4
8        4                 4                   4
9        3                 4                   4