-
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી
-
ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ
-
12 બેઠકો ભાજપ તરફી બિનહરીફ
-
958 ઉમેદવારો મેદાનમાં
-
336 બેઠકો પર ચૂંટણી યોજાશે
ભરૂચ જિલ્લાની ચૂંટણીમાં 12 બેઠકો ભાજપ તરફી બિનહરીફ, 336 બેઠકો માટે 958 ઉમેદવારો વચ્ચે જંગ
ભરૂચ જિલ્લામાં યોજાનાર 4 નગરપાલિકા,9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે દરેક રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે સમાચાર
ભરૂચ જિલ્લામાં યોજાનાર 4 નગરપાલિકા,9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે દરેક રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચાર નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં હવે ચૂંટણી જંગ માટે મંચ તૈયાર થઈ ગયો છે. કેટલાક સ્થળોએ BJPના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.
નગરપાલિકાની વાત કરીએ તો કુલ 132 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપ બિનહરીફ જીત મેળવી ચૂક્યું છે. જેમાં ભરૂચ નગરપાલિકાની 2 અને જંબુસરની 4 બેઠકોનો સમાવેશ થાય છે. હવે બાકી રહેલી 126 બેઠકો માટે કુલ 347 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
જિલ્લા પંચાયત સ્તરે પણ ચિત્ર લગભગ એવું જ છે.ની 34 બેઠકોમાંથી 1 બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે, જ્યારે બાકી 33 બેઠકો માટે 111 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે.
તાલુકા પંચાયતની 9 સંસ્થાઓમાં કુલ 182 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. હવે 177 બેઠકો માટે 500 ઉમેદવારો મેદાનમાં છે, જે બતાવે છે કે ગ્રામ્ય સ્તરે પણ ચૂંટણીમાં જોરદાર સ્પર્ધા રહેશે.કુલ મળીને જિલ્લામાં 12 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે 336 બેઠકો માટે 958 ઉમેદવારો વચ્ચે મતદાન થવાનું છે. આ આંકડા દર્શાવે છે કે ભરૂચ જિલ્લામાં આ વખતે ચૂંટણી ખૂબ જ સ્પર્ધાત્મક અને રસપ્રદ બની રહી છે. રાજકીય પક્ષો હવે મતદારોને આકર્ષવા માટે પ્રચાર અભિયાન તેજ બનાવી રહ્યા છે ત્યારે મતદારોનો મૂડ અને સ્થાનિક મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
