ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના 12 નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 09, અમદાવાદ જિલ્લામાં 01, રાજકોટ શહેરમાં 01, વડોદરા શહેરમાં 01 મળીને કુલ 12 નવા કેસ નોંધાયા છે. આના સામે 22 દર્દી સાજા થયા છે. રાજ્ય આજે 22 દર્દી સાજા થયા છે.

આજે ગાંધીનગર શહેરમાં 08, અમદાવાદ શહેરમાં 07, વડોદરા 07 મળીને કુલ 22 દર્દી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં હવે 91 એક્ટિવ કેસ છે, કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 91 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13, 149 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10942 મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 88,932 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,68,70,822 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.