ગુજરાત પોલીસમાં એક સાથે 88 પોલીસ ઇન્સ્પેક્ટરની સાગમટે બદલી થઈ છે. ચૂંટણીલક્ષી આ બદલીમાં અમદાવાદ શહેરમાંથી મોટાભાગના પીઆઈની અન્ય જિલ્લાઓમાં ટ્રાન્સફર થઈ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી કમિશનને એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય હોય તેમ જ પોતાના વતન હોય તેવા જગ્યાએથી પોલીસ કર્મચારીની બદલી કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, જે માટે ગૃહ વિભાગે આજે 88 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે.
અમદાવાદ શહેરમાં મોટાપાયે પોલીસ ઇન્સ્પેક્ટરની આ બદલીમાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની લાગવગ લગાવી હોવાની વાતો થઈ રહી છે. બીજી તરફ હજી પણ મોટા મોટા પ્રમાણમાં બદલી આવશે તેવી વિગતો જાણવા મળી રહી છે. ચૂંટણીલક્ષી બદલીઓમાં આઇપીએસ અધિકારી આઈજી અને ડીઆઈજીનો પણ સમાવેશ થાય છે. જે ટૂંક ટૂંક સમયમાં જાહેરાત થશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170