ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં 636 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રાજયમાં આજે 622 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3893 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી.
રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 218, સુરતમાં 124, વડોદરામાં 64,ગાંધીનગરમાં 58, ભાવનગરમાં 30,જૂનાગઢમાં 1 કેસ, જામનગરમાં 9, રાજકોટમાં 18 , વલસાડમાં 16,કચ્છમાં 15,ભરૂચમાં 13 કેસ, નવસારીમાં 13,પાટણમાં 11,દ્વારકામાં 8 કેસ, અમરેલી,મોરબીમાં 7-7 કોરોનાના કેસ, આણંદ,સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ, બનાસકાંઠામાં 3,અરવલ્લીમાં 2,બોટાદમાં 1 કેસ, મહીસાગર,મહેસાણા,તાપીમાં 1-1 કેસ બહાર આવ્યા છે.
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 68,073 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.18 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.80 ટકા પહોચ્યો છે.
