સુરત શહેરના અડાજન ખાતે આવેલ ગૌરવપથ પોશ વિસ્તારમાંના કોરલ પેલેસમાં ધમધમતું કૂટણખાનું ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપાયું છે દૂકાનમાં મહિલા પાસે સ્પા મસાજના નામે દેહવિક્રય કરાવતા હતા પોલીસે ત્રણ મહિલાને મુક્ત કરવી સંચાલકની ધરપકડ કરી માલિકને ફરાર જાહેર કર્યો છે..
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ ગૌરવપથ સેવીઓન શોપિંગની નજીક કોરલ પેલેસમાં ભાડાની નામ વિનાની દુકાનમાં ધમધમતું કૂટણખાનું ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યું છે હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ત્રણ મહિલા મુક્ત કરાવી તેમની પાસે મસાજના નામે દેહવિક્રય કરાવતા પશ્ચિમ બંગાળ કોલકાતાનો રહેવાથી સંચાલક નૂર મોહમ્મદ જીસાદ અલી મંડોલની ધરપકડ કરી છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્પામાથી રૂપિયા 10 હજારનો મુદ્દામાલ કબજે કરી તેના માલિક સાહિબ શેખ ઉર્ફે સાહેબનોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
