ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2828 નવા કેસ નોંધાયા છે અને 14 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 2685 નવા કેસ નોંધાયા હતા અને 33 સંક્રમિતોના મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 0.60 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 17,087 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,586 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,11,370 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,28,44,077 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,81,764 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170