આ વર્ષે માર્ચમાં
ભારતને પોતાના જ આંગણે ઔસ્ટ્રેલિયા સામે પાંચ મેચની વનડે સિરીઝમાં 2-3થી પરાજયનો
સામનો કરવો પડ્યો હતો. જો વેસ્ટ ઇન્ડીઝ આ સિરીઝ જીત છે, તો ભારત તેની પોતાની ધરતી પર બીજી વનડે શ્રેણી ગુમાવશે.
ભારત અને વેસ્ટ
ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે બપોરે 1:30
વાગ્યાથી કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝે 8
વિકેટે જીતી હતી, ત્યારબાદ ભારતે મહેમાન ટીમને 107 રનથી
હરાવીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં શ્રેણીની નિર્ણાયક વન-ડે મેચ હશે, આ મેચ જે જીતશે તે
શ્રેણીને પોતાના નામે કરશે.
શ્રેણી જીતવા માટે
ભારત પર દબાણ
ટીમ ઈન્ડિયા પર આ
મેચ અને સિરીઝ જીતવા માટે દબાણ રહેશે. આ વર્ષે માર્ચમાં ભારતને પાંચ મેચની વનડે
સિરીઝમાં ઔસ્ટ્રેલિયાના હાથે પોતાના જ ઘર આંગણે 2-3થી પરાજય મળ્યો હતો. જો વેસ્ટ ઇન્ડીઝ
આ સિરીઝ જીતવા તરફ આગળ વધે છે, તો ભારત તેની પોતાની
ધરતી પર જ બીજી વનડે શ્રેણી
ગુમાવશે. કટકની બારાબતી સ્ટેડિયમની પિચ પણ વિશાખાપટ્ટનમની જેમ બેટ્સમેનોને મદદરૂપ થશે.
ત્રીજી વનડેમાં જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે સતત 10મી વખત દ્વિપક્ષીય વનડે શ્રેણી પોતાના નામે કરી લેશે.
કેપ્ટનનો નિરાશાજનક
દેખાવ
વિશાખાપટ્ટનમમાં
રમાયેલી બીજી મેચમાં ભારતે તોફાની રીતે વાપસી કરી હતી. કેપ્ટન વિરાટ કોહલી ખાતું ખોલી શક્યો નહીં, પરંતુ રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર અને રૂષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ચાઈનામેન
બોલર કુલદીપ યાદવે હેટ્રિક લીધી હતી.