ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
સીટી સર્વે કચેરી ખાતે આયોજન
ઘરણા પ્રદર્શનો યોજાયા
વર્ગ 3ના કર્મચારીઓની હડતાલ
પડતર પ્રશ્નો ઉકેલવા માંગ
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ, ભરૂચ-નર્મદા જિલ્લા યુનિટ દ્વારા જમીન દફતર ખાતાના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ગ્રેડ પે સુધારણા અંગેનો પ્રશ્ન હલ ન થતાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જઈ સીટી સર્વે કચેરી બહાર ધરણા યોજ્યા હતા
લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ, દ્વારા ગ્રેડ પે સુધારણા સહીતની પડતર માંગણીઓને લઇ 11 મી સપ્ટેમ્બરથી પેન ડાઉન,માસ સી. એલ.જેવા આંદોલત્મક કાર્યક્રમો બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા આજથી લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ, ભરૂચ-નર્મદા જિલ્લા યુનિટ દ્વારા અચોકકસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામી કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા હતાં.
આંદોલનકારી કર્મચારીઓનો આક્ષેપ છે કે અગાઉ મુખ્યમંત્રી દ્વારા ગ્રેડ પેમાં સુધારા માટે એક વર્ષથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેનો અમલ ન થવાથી કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.જ્યાં સુધી તેનો અમલ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.
